એક તરફ રમજાન વચ્ચે ભારત સરકાર બોર્ડર પર શાંતી સ્થાપવાના ઉદ્દેશ સાથે બોર્ડર પર ફાયરીંગ અને હુમલાની ઘટના અટકાવવા માટે પ્રયત્ન કરી રહી છે તે વચ્ચે પાકિસ્તાન સતત હુમલો કરી શાંતી ડહોળી રહ્યુ છે તેવામાં ભારતે પણ વળતા હુમલા કરી પાકિસ્તાનને જવાબ આપવા સાથે બોર્ડર પર સુરક્ષા વધારી છે અને તે વચ્ચે આજે કચ્છની ખાવડા બોર્ડર પરથી એક પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો છે આજે વહેલી સવારે બોર્ડર સીક્યુરીટી ફોર્સના જવાનો પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે જ બોર્ડર પિલર નંબર 1085થી1090 વચ્ચે થી એક પાકિસ્તાની ઘુસણખોર ને ઝડપી પાડ્યો છે અલબત તેની પાસેથી પ્રાથમીક તપાસમા કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી પરંતુ સુરક્ષા એજન્સીએ તેની વધુ પુછપરછ હાથ ધરી છે ઝડપાયેલ શખ્સ પાકિસ્તાનના સિંધ પ્રાન્તનો રહેવાસી છે અને તેની પાસેથી મોબાઇલ પણ જડતી દરમ્યાન મળી આવ્યો છે પ્રાથમીક તપાસ બાદ તેનુ મેડીકલ પરિક્ષણ કરાવી ખાવડા પોલિસને સુપ્રત કરાય તેવી સંભાવના છે.
કચ્છની જે ઇન્ડો પાક બોર્ડરથી આ પાકિસ્તાની પકડાયો છે ત્યાં અમુક ભાગમાં ફેંસીંગ પણ નથી. બોર્ડર પિલર નંબર 1085થી 1090 વચ્ચેના ભાગથી બીએસએફ દ્વારા ઝડપી લેવામાં આવેલા 30થી 32 વર્ષની વયનો આ શખસ તેનું નામ રાજુ બતાવી રહ્યો હોવાને કારણે સુરક્ષા દળના અધિકારી પણ ચોંકી ઉઠયા છે. આ ઉપરાંત તેની પાસેથી ત્રણેક સીમકાર્ડ તથા બે મોબાઈલ પણ મળી આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જે જગ્યાએથી આ ઘૂસણખોરી કરવામાં આવી છે ત્યાં ભારતીય મોબાઈલ કંપીઓનું નેટવર્ક પણ નથી તેવામાં આ રાજુ નામધારી શખ્સ કયા આશયથી મોબાઈલ અને સીમકાર્ડ સાથે ભારતીય સીમામાં આવી ગયો તે હાલના તબક્કે તો એક રહસ્ય બની ગયું છે.