લાખો ભક્તોને દેશ-વિદેશમાં આકર્ષતુ ભુજનું ભવ્ય મંદિર.. મહિલા શિક્ષણ,આરોગ્ય,ગૌ સેવા સહિતની ધાર્મિક અને સામાજિક અનેક પ્રવૃતિ માટે હમેંશા અગ્રેસર રહ્યુ છે. અને તેનો પાયો ન માત્ર કચ્છમાં મજબુત બન્યો છે. પરંતુ એક વટવૃક્ષની જેમ વિદેશમાં પણ ફેલાયો છે. જેમના લાખો અનુયાયીઓ છે એવા મહાન સંતો પણ આ મંદિરે ધર્મના રક્ષણ અને ફેલાવા માટે આપ્યા છે. પરંતુ એજ મંદિર આજે વ્યભીચાર અને ટેકોનોલોજીની મદદથી દુર્ગણના રસ્તે જઇ રહ્યુ હોય એવી છાપ ઉપસાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવી ચર્ચા ન માત્ર મંદિરના હરિભક્તો પરંતુ તેની સાથે જોડાયેલો વિશાળ સમુદાય કરી રહ્યો છે. અને તેનુ કારણ છે. સોશિલય મીડીયા… આ એજ સોશિયલ મીડીયા છે. જેમાં થોડા દિવસ પહેલા મુળ ગોડપરના અને આફ્રિકાથી આવી મંદિરમાં વૈરાગ્ય લેનાર સંત ચંદ્રપ્રકાશ સ્વામીના અને કેટલીક મહિલાના ફોટા વાયરલ થયા હતા. આમતો ચોક્કસ સમુદાય આ ઘટનાની વાસ્તવિક્તા જાણે છે. પરંતુ સંતના ફોટો વાયરલ થવાની ઘટનાથી લઇ મંદિરમાં બંધ બારણે ખેલાયેલા ખેલે ન માત્ર લાખો હરિભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી છે. પરંતુ સાથે એક સાયરન પણ વગાડ્યુ છે. કે મંદિરના વટવૃક્ષમાં સડી ગયેલી કેરીને હવે અલગ કરવાની જરૂર છે. નહી તો મંદિરનું આ ઘટાદાર વૃક્ષ ખોખરૂ થઇ જશે આમતો સ્વામી ચંદ્રપ્રકાશ દાસજીના વાયરલ થયેલા ફોટોમાં પ્રથમ દ્રષ્ટ્રીએ કોઇ તથ્ય મહિલા સાથેના તેના સંબધો અંગે પ્રકાશ પાડતુ ન હતુ. પરંતુ ભુજના મંદિરે જ સંતનો ભગવો ઉતરાવી સાબિત કર્યુ કે કઇક બન્યુ તો છે જ જો કે હવે આ મામલો લાંબો ચાલી શકે છે. કેમકે ચંદ્રપ્રકાશ દાસજી સ્વામી હવે ફરી મુળ સ્વરૂપ એટલે કે સંસારી જીવનમાં રસિક કેરાઇ બની પરત ફર્યા છે. અને મંદિરમાં ચાલતા કથીત વ્યભીચાર અંગે સનસનીખેજ આરોપો લગાવ્યા છે. તો પોતાને ઓડીયો ક્લીપના પુરાવા સાથે નિર્દોષ સાબિત કરવાના પ્રયત્નો પણ કર્યા છે.
શુ છે સ્વામી ચંદ્રપ્રકાશદાસજી ઉર્ફે રસિક કેરાઇના આક્ષેપો ?
ઓડીયો ક્લીપમાં મહિલા સાથેના સંબોધનો સ્વીકાર, ફોનમાંથી મહિલાના બિભત્સ ફોટો અને ત્યાર બાદ મંદિરમાં બંધ બારણે થયેલી કાર્યવાહી પછી આજે યુવાન રસિક તેના મુળ ગામ અને ઘરે પરત ફર્યો છે. આમતો ઘટના બની ત્યારથી તેનો પરિવાર અને સમગ્ર સંપ્રદાય આ ઘટનાના આઘાતમાં છે. પરંતુ રસિકે લગાવેલા આરોપો તેનાથી પણ વધુ આઘાતજનક છે કેમકે તેણે કરેલી ભુલનો સ્વીકાર તો કર્યો પરંતુ સાથે મંદિરના અન્ય સંતો પણ મહિલાઓ સાથે ફોન પર સંપર્ક અને તેની સાથે રૂબરૂ મુલાકાત કરતા હોવાનો દાવો કર્યો છે. પોતાના સામે રચાયેલા સંપુર્ણ ષડ્યંત્ર અંગેની વિગતો સાથે રસિકે એ પણ સ્વીકાર કર્યો છે. કે તેનાથી એક વાર નહી પરંતુ મહિલા સાથે સંપર્કમાં રહેવાની બીજી ભુલ થઇ છે. રસિક કહે છે માત્ર હુ નહી ભુજ મંદિરમાં એવા 12 સંતો છે. જેઓ પણ ફોન સાથે સાંખ્યયોગી બહેનો અને અન્ય મહિલા સાથે સંપર્ક ધરાવે છે. અને તેમના ફોનની તપાસણી થાય તો અનેક સંતોની પાપલીલા સામે આવી શકે તેમ છે. અને તેઓ આ રહસ્યની નજીક હોવાથી તેને ઇરાદા પુર્વક મંદરથી દુર કરાયો છે. અને તેના ભગવા ઉતારવા સાથે તેને સુરત અને ગુરૂકુળમાં અજ્ઞાતવાસમા પણ મંદિરે રાખ્યો હતો. તો ફોટો વાયરલ કરવાનુ કામ પણ સંતોની દોરવણી હેઠળ એક ગોઠવણ પુર્વકનુ આયોજન હતુ જેથી મંદિરના અન્ય સંતોના રહસ્ય કાયમ માટે રહસ્ય રહે…..સ્વામી ચંદ્રપ્રકાશજી ઉર્ફે રસિકે લગાવેલા આરોપ ગંભીર અને ભક્તોના સંતો પ્રત્યેના આદરને ઠેસ પહોંચાડનારાં છે. પરંતુ પોતાના પર વિતેલી કથની પછી સંસારી જીવનમાં ફરેલા રસિકનો આરોપ છે. કે તેણે મંદિરમાં 6 વર્ષમાં ઘણુ જોયુ છે મોંઘા મોબાઇલ સાથે 12 જેટલા સંતો સોશિયલ મીડીયાના માધ્યમોથી દુર્ગણના રસ્તે જઇ રહ્યા છે. અને વડિલ સંતો તેના પર ધર્મના નામે પડદો નાંખી રહ્યા છે. રસિકે આ મામલે પોલિસ ફરીયાદની પણ તૈયારી દર્શાવી છે. સાથે અન્ય સંતોની આવી પાપલીલા સામે કોઇ કાર્યવાહી થતી નથી તેનુ કારણ શુ? તે અંગે પણ સંતને ન શોભે તેવા આરોપો લગાવી હવે તે સંસારી જીવનમાં પરત ફર્યો છે. જો કે સત્ય તો હવે મંદિર ખુલાસો કરે અથવા પોલિસ તપાસ કરે તો જ સામે આવી શકે તેમ છે. પરંતુ રસિકે એવી પણ તૈયારી દર્શાવી છે. કે મહિલા સાથેના સંબધોને પુરવાર કરવા માટે તે પુરાવા પણ એકઠા કરવાની તૈયારીમાં લાગ્યો છે.
પુર્વ સંતના આક્ષેપો પછી મંદિર સામે આવ્યુ ખુલાસા માટે
પુર્વ સંતના આક્ષોપને પગલે મંદિર પણ ખુલીને સામે આવ્યુ છે. અને સંત ચંદ્રપ્રકાશની અનેક વારની ભુલો પછી મંદિરે તેને સાધુ તરીકેથી મંદિરમાંથી દુર કર્યો હોવાનુ જણાવી મંદિરમાં અન્ય કોઇ સંતોની આવી કથિત સંડોવણી અંગેની કોઇ વાત તેમના ધ્યાને ન આવી હોવાનુ જણાવી આવા આક્ષેપો ખોટા હોવાનુ તેઓ કહી રહ્યા છે. સાથે જો આવી કોઇ ઘટના બની હશે તો તેના વિરૂધ કાર્યવાહી મંદિરના નિયમો મુજબ થશે તેવો ખુલાસો પણ આજે એક પત્રકાર પરિષદ સાથે મંદિરના સંતોએ કર્યો હતો. જેમાં સ્વામી દેવપ્રકાશ દાસજી, ખીમજી ભગત ધર્મચરણ દાસજી સ્વામી સહિત ટ્રસ્ટી પ્રવિણ પીંડીયોરી જાદવજી ગોરસીયા સહિતના મંદિરના જવાબદારો ઉપસ્થિત રહ્યા હતા. અને આ આખાય મામલા અને ઘટનાને દુખદ ગણાવા સાથે મંદિરમાં બનતી આવી ઘટનામાં કોઇપણ હોય તેની સામે મંદિર કડક હાથે કામ લે છે અને લેશે તેવુ કહી પુર્વ સંતના આક્ષેપોને ફગાવ્યા હતા.