Home Crime રાપરના અમરાપર ગામે પ્રેમી પંખીડા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળતા ચકચાર-આપઘાત કે...

રાપરના અમરાપર ગામે પ્રેમી પંખીડા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળતા ચકચાર-આપઘાત કે હત્યા?

887
SHARE
રાપરના અમરાપર ગામે સીમમાં પીલુંના ઝાડ પર યુવાન અને યુવતીની લાશ લટકેલી હાલતમાં મળતા ચકચાર મચી ગઇ છે. દરમ્યાન આ ઘટનાને પગલે પોલીસે આ બન્ને મૃતકોની ઓળખ માટે તજવીજ હાથ ધરી મૃત્યુ નું કારણ જાણવા લાશને પીએમ માટે રાપર સીએચસી માં મોકલી છે. પ્રાથમિક માહિતી અનુસાર બન્ને મૃતકો રાપરના ગેડી ગામના અને પારકરા કોળી સમાજના હોવાનું જાણવા મળે છે. બન્ને યુવાન પ્રેમીઓ ઘેર થી બે ત્રણ દિવસ પહેલા નાસી છૂટ્યા હોવાનું ચર્ચાય છે. જોકે, પીલું નું ઝાડ નીચું હોઈ તેમાં ગળે ફાંસો ખાઈને એક સાથે બબ્બે યુવાઓના આપઘાત ને શંકા ની દ્રષ્ટિએ પણ જોવાય છે. કદાચ આ હત્યા હોઈ શકે તેવી પણ એક શકયતા વ્યક્ત થઈ રહી છે. અત્યારે રાપર પોલીસે આ મામલાની તપાસ હાથ ધરી છે.