હાજીપીર ફાટક નજીક ગુરુવારે એક ગમખ્વાર અકસ્માતમાં હાજીપીરના મુસા સાહેબનુ ઘટના સ્થળે મોત નીજપ્યુ હતુ. હાજીપીરના મુંજાવર એવા આધેડ આજે સાંજના સમયે નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે જ ટ્રકે તેને ટક્કર મારી હતી. જેમાં ઘટના સ્થળેજ 55 વર્ષીય આધેડનુ મોત થયુ હતુ જો કે ટ્રક ચાલક અકસ્માત બાદ ફરાર થઇ ગયો છે. બનાવ સંદર્ભે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.
ભચાઉમા લેપટોપ મોબાઇલ ચોર બે શખ્સો ઝડપાયા
ભચાઉના માનસરોવર વિસ્તારમાંથી લેપટોપ મોબાઇલ ઘડીયાળ સહિત ડોક્યુમેન્ટ ચોરીની એક ઘટના પોલિસ મથકે નોંધાઇ હતી. જેમાં ગણતરીની કલાકોમાં પોલિસે ભેદ ઉકેલી નાંખ્યો છે. અને બે શખ્સોની આ ગુન્હા કામે ધરપકડ કરી છે. કારૂ ઉંમર ભટ્ટી તથા રાહુલ કરશન પ્રજાપતી નામના આ બન્ને યુવાનોએ મોબાઇલ લેપટોપ અને ઘળીયાળ સહિત 23,000ના મુદ્દામાલની ચોરી કરી હતી. જેમા પોલિસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપ્યા છે.
ભરણપોષણના કેસમાં લાંબા સમયથી વોરંટથી બચતો ઇસમ દબોચાયો
ભચાઉના નવી દુધઇ ગામનો હસન અલીમામદ કુંભાર તેની પત્નીએ કરેલા ભરણપોષણના કેસમાં હાજર ન રહેતા ભુજ એલ.સી.બીએ કરી ધરપકડ, કોર્ટે 2000 રૂપીયા ચુકવવાનો હુકમ કર્યો હોવા છંતા મરીયમબેને કરેલી ફરીયાદ સંદર્ભે આરોપી કોઇ રકમ ચુકવતો ન હતો અને કોર્ટના વોરંટથી બચતો હતો તેવામાં ભુજ એલ.સી.બીએ આજે તેને કોર્ટમાં રજુ કર્યો હતો. જો કે અત્યાર સુધી ન ચુકવેલી રકમ 1.08 લાખ ન ચુકવતા કોર્ટે આજે તેને 340 દિવસની સાદી કેદની સજા કરી હતી. જેથી એલ.સી.બીએ હસન કુંભારને પાલારા જેલ હવાલે કર્યો હતો.
શંકાસ્પદ ચોરાઉ બેટરી સાથે ઇસમ ઝડપાયો
ગાંધીધામ બી ડીવીઝન પોલિસે આજે શંકાસ્પદ બેટરીના જથ્થા સાથે એક આધેડને ઝડપ્યો છે. પોલિસને મળેલી બાતમીના આધારે પોલિસે ગાંધીધામના જી.આઇ.ડી.સી વિસ્તારમા મેલડીમાતાજીના મંદિર નજીક રહેતા એક શખ્સ રતન ઉર્ફે રતુ ગાગજી દેવીપુજક પર શંકા જતા તેની પુછપરછ અને ત્યાર બાદ તેના ઝુંપડાની તપાસ કરી હતી. જેમાં શંકાસ્પદ 6 બેટરી તેના કબ્જામાંથી મળી હતી જે બાબતે રતન દેવીપુજકની પુછપરછ કરતા તેની પાસેથી કોઇ આધાર મળી આવ્યા ન હતા તેથી શંકાસ્પદ મુદ્દામાલ સાથે ગાંધીધામ બી ડીવીઝન પોલિસે તેની અટકાયત કરી છે.
માંડવીમાં દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
દેશી દારૂ પર વ્યાપક દરોડા વચ્ચે આજે માંડવી પોલિસે ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો છે. માંડલીયા શેરીમાં રહેતા રાહુલ કનકશી વેદ(ભાટીયા) પોતાના મકાનમાં દારૂનો ધંધો કરતો હોવાની બાતમીના આધારે પોલિસે રેડ કરતા તેના કબ્જામાંથી વિવિધ બ્રાન્ડની 64 બોટલ મળી આવી હતી. જેથી પોલિસે તેની ધરપકડ કરી છે. પોલિસે 64 બોટલ કિંમત રૂપીયા 25,600 તથા મોબાઇલ સહિત કુલ 27,600 સાથે રાહુલની ધરપકડ કરી તેને આ જથ્થો કોની પાસેથી મેળવ્યો તેની તપાસ શરૂ કરી છે.
આડેસર પોલિસે બે તંમચા અને કારતુસ સાથે બેને ઝડપ્યા
પુર્વ કચ્છમાં હથિયારો સાથે ફરવુ જાણે ફેશન બની છે. તે વચ્ચે આજે હરિયાણાથી બાઇક પર કચ્છ આવી રહેલા બે શખ્સો આડાસેર ચેકપોસ્ટ પરથી હથિયારો સાથે ઝડપાઇ ગયા હતા બાઇક પર આવી રહેલા શખ્સો પૈકી એક શખ્સે પોલિસને જોઇ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જેથી પોલિસે બન્નેને ઝડપી તેની અંગ તપાસ કરતા તેની પાસેથી બે દેશી બનાવટના તંમચા અને કારતુસ મળી આવ્યા હતા. ઝડપાયેલા બન્ને શખ્સો પૈકી રાજેશ ભારદ્રાજ હરિયાણાનો રહેવાસી છે. જ્યારે જગતસિંહ સરકનિયા યુ.પીનો રહેવાસી છે. પોલિસે 78210 રૂપીયાના મુદ્દામાલ સાથે બન્નેની ધરપકડ કરી છે.