Home Current મનિષા સાથે વિવાદ અને હવે બળાત્કારના આક્ષેપ વચ્ચે જેન્તીભાઇએ આપ્યુ હોદ્દા પરથી...

મનિષા સાથે વિવાદ અને હવે બળાત્કારના આક્ષેપ વચ્ચે જેન્તીભાઇએ આપ્યુ હોદ્દા પરથી રાજીનામુ 

3622
SHARE
પહેલા ભત્રીજા પાસેથી કરોડોની ખંડણી મામલે થયેલી ફરીયાદ અને મનિષા ગોસ્વામી તેમ જ જેન્તીભાઇ વચ્ચે ચાલતો વિવાદ ચર્ચામાં છે. ત્યાં સુરતમાં ૨૧ વર્ષીય યુવતી દ્વારા જેન્તીભાઇ ભાનુશાળી સામે કરાયેલી દુષ્કર્મના આક્ષેપની પોલીસને કરાયેલી અરજીએ ચકચાર સર્જી છે. આ બધા વિવાદોની વચ્ચે જેન્તીભાઈ ભાનુશાલીએ પોતાના પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ પદ્દના હોદ્દા પરથી રાજીનામુ આપ્યુ છે. મનિષા સાથે ચાલતા વિવાદ સંદર્ભે જેન્તીભાઇ ભાનુશાલી સામે સતત સવાલો ઉભા થતા હતા. તેવામા સુરતના વરાછા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂધ્ધ એક અરજી કરાઇ છે, જેમાં યુવતીએ એડમીશન આપવાના બહાને જેન્તીભાઇએ તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદે કચ્છ સહિત ગુજરાતભરમાં ખળભળાટ સર્જ્યો છે. જોકે,કચ્છના પુર્વ  ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જેન્તીભાઇ સામે સતત ઉભા થઇ રહેલા વિવાદ વચ્ચે હવે જેન્તીભાઇએ જ્યા સુધી ન્યાયીક તપાસ ન થાય ત્યા સુધી પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ છે. જેન્તીભાઇએ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને આ અંગે પત્ર લખી જણાવ્યુ છે. કે જ્યા સુધી તેઓ આ મામલે ન્યાયીક તપાસ બાદ નિર્દોષ સાબિત ન થાય ત્યા સુધી તેઓ હોદ્દાનો ત્યાગ કરે છે. આ અંગે જેન્તીભાઇ સાથે ટેલેફોનીક સંપર્ક કરાતા તેઓએ વાતને સમર્થન સાથે તેઓ હવે આ મામલે ખુલ્લીને લડશે તેમ જણાવ્યુ હતુ.