સ્વાભાવિક છે કે, જ્યાં જ્યાં કચ્છી માડુઓ રહે છે ત્યાં ત્યાં કચ્છી નવા વરસ ની ઉમંગભેર ઉજવણી કરાશે. આપણા કચ્છી માડુઓના વલા વતન એવા કચ્છમાં પણ કચ્છી નવા વરસ ની વિશિષ્ટ ઉજવણી કરાશે.
કચ્છી સાહિત્ય મંડળ દ્વારા કચ્છી સર્જકોની ‘રેયાણ’
કોઈ પણ ભાષા માટે તેનું સાહિત્ય એ અણમોલ ઘરેણું છે. કચ્છી નવા વરસ પ્રસંગે કચ્છી સાહિત્ય મંડળ દ્વારા કચ્છી સર્જકો ની કૃતિઓ ના સંપાદિત કરાયેલા પુસ્તક “વાણીજી વતર” નું વિમોચન કરાશે. ભુજની હોટલ ઇલાર્કમાં કચ્છી સર્જકોની આ ‘રેયાણ’ સંદર્ભે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કચ્છી સાહિત્યકાર ગૌતમ જોશીએ જણાવ્યું હતું સર્જકોની આ ‘ગોઠડી’ મા ૯૦ જેટલા કચ્છી સાહિત્યકારોનું સન્માન થશે. સવારે ૯/૩૦ થી બપોરે ૧ વાગ્યા દરમ્યાન આયોજિત આ કાર્યક્રમમા કચ્છી સાહિત્યકારો ની સાથે સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
કવિઓ જૈન મહાજન દ્વારા સેવાકીય કાર્યો સાથે સંગીતની રેયાણ
કચ્છી નવા વરસની સાથે ૧૪ મી જુલાઈએ ભુજ કવિઓ જૈન મહાજન ના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડાનો જન્મદિવસ હોઈ આ પ્રસંગની ઉજવણી સેવાકીય કાર્ય દ્વારા કરાશે. કચ્છી નવા વરસે ભુજ મધ્યે કિડની અને પેશાબના રોગ નો નિઃશુલ્ક મેડીકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે. કવિઓના મેડિકલ કન્વીનર ડો દેવચંદ ગાલા અને ડો અશોક ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે આવતીકાલ શનિવારે સવારે ૯ થી ૧ વાગ્યા દરમ્યાન યોજાનાર આ કેમ્પ મા મુંબઈના જાણીતા નેફ્રોલોજીસ્ટ ડો. નરેન્દ્ર દેઢીયા કિડનીના દર્દીઓની તપાસણી કરશે. જ્યારે પેશાબના રોગના દર્દીઓની તપાસણી ડો. નૌશાદ ખત્રી કરશે. આ કેમ્પમાં જનરલ સર્જન ડો. કૌશિક શાહ પણ પોતાની સેવાઓ આપશે. મા યોજના અંતર્ગત પથરીના દર્દીઓને ઓપરેશન માટે માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત માવજ્યોત માં અભ્યાસ કરતા ૧૦૦ જેટલા ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ તેમ જ એજ્યુકેશનલ કીટ આપવામા આવશે.