Home Crime ઘડુલી નજીક અકસ્માતમાં બે બાળકોના મોત : નારાજ ગ્રામજનોએ કર્યો ચક્કાજામ 

ઘડુલી નજીક અકસ્માતમાં બે બાળકોના મોત : નારાજ ગ્રામજનોએ કર્યો ચક્કાજામ 

9415
SHARE
લખપતના ઘડુલી નજીક આજે કચ્છી નવા વર્ષે સ્થાનકે દર્શન કરવા જઇ રહેલા એક પરિવારને અકસ્માત નડ્યો હતો એકટીવા સ્કુટર પર દાદા અને પિતા સાથે જઇ રહેલા બે માસુમ પિતરાઇ ભાઇઓ આ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. અકસ્માતની ઘટના સવારે બન્યા બાદ લોકોમા રોષ હતો અને લોકોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે. અને સાથે અકસ્માત સ્થળ નજીક બંપ બનાવવાની માંગ કરી છે. આજે સવારે જ્યારે દેવસ્થાનેં બાળકો તેમના વડિલો સાથે જઇ રહ્યા હતા. ત્યારે ઇંટો ભરેલી ટ્રક સાથે તેનો અકસ્માત સર્જાયો હતો. અને એક્ટીવા ચાલક દાદા અને પિતાને ઇજા પહોંચી હતી. જ્યારે ગાડીમાં સવાર બન્ને બાળકો તીર્થ પરેશ પટેલ અને હેત જગદીશ પટેલ મોતને ભેટ્યા હતા. નવા વર્ષેજ સર્જાયેલા અકસ્માતથી ગામ સહિત આસપાસના ગામોમાં શોક ફેલાયો હતો. સાથે અવાર નવાર સર્જાતા અકસ્માતને પગલે નારાજ ગ્રામજનોએ આજે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોની માંગ છે. કે આ રસ્તા પર અને ખાસ કરીને જે જગ્યાએ અકસ્માત થયો ત્યા અવારનવાર અકસ્માત થઇ રહ્યા છે. ત્યારે અહી બમ્પ મુકી અકસ્માત નિવારવા માટે તંત્ર પગલા લે જો કે ગ્રામજનોના વિરોધને પગલે મોટો પોલિસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. અને ગ્રામજનોના વિરોધને શાંત કર્યો હતો. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. કે જો અકસ્માતોની સંખ્યા નહી ઘટે તો ગ્રામજનો હજુ પણ વિરોધ કરશે જો કે બે બાળકોના મોત સાથે લખપત સહિત સમગ્ર કચ્છમાં ગમગીની છવાઇ છે. જો કે રસ્તોરોકી ચક્કાજામ કરનાર લોકોને સમજાવી દયાપર પોલિસે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. અને વાહનવ્યવહાર પુર્વવત કર્યો હતો.