Home Current કચ્છ બન્યુ જગન્નાથમય ભુજ અને ગાંધીધામમાં જગન્નાથની નગરચર્યાએ જમાવ્યુ આકર્ષણ

કચ્છ બન્યુ જગન્નાથમય ભુજ અને ગાંધીધામમાં જગન્નાથની નગરચર્યાએ જમાવ્યુ આકર્ષણ

1731
SHARE
એક સમય હતો જ્યારે કચ્છમાં પણ અષાઢીબીજ એટલે કે કચ્છી નવા વર્ષની ધામધુમપુર્વક ઉજવણી થતી અને રાજાશાહી સમયમાં નિકળતી બે યાત્રા પૈકી એક અષાઢીબીજ કચ્છી નવા વર્ષે નિકળતી જો કે સમય જતા તે પરંપરા વિસરાઇ છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી કચ્છમાં પણ અષાઢીબીજના દિવસે ભગવાન જગન્નાથની વિશાળ શોભાયાત્રા આકર્ષણ જમાવવા સાથે સૌ કચ્છીઓને નવા વર્ષની ઉજવણી માટે પ્રેરણા આપતી થઇ છે. ત્યારે આજે ગાંધીધામમાં 6ઠી અને ભુજમા પાંચમી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી હતી. જેમાં વિવિધ આકર્ષણો સાથે બહોળી સંખ્યામાં લોકોએ જોડાઇ ધન્યાતા સાથે જય જગન્નાથના નાદ સાથે સારા વરસાદની પ્રાથના કરી હતી.

ભુજ મંદિરમાં પાંચમી નરચર્યામાં જોડાઇ હજારોની મેદની 

સનાતન હિન્દુ સંસ્કૃતિના તહેવારોને કઇક અલગ રીતે જ ઉજવવાની પ્રથા ઘણા લાંબા સમયથી કચ્છમાં શરૂ થઇ છે. અને તેમા ભુજ સ્વામીનારાયણ મંદિરનો સિંહફાળો છે. અને તેના જ ભાગરૂપે કચ્છના નવા વર્ષ એટલે કે અષાઢીબીજના તહેવારમાં પણ સૌ કચ્છીઓ એક થઇ આ તહેવારની ઉજવણી કરે તે માટે ભુજ સ્વામીનારાયણ મંદિર સહિત સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે કામ કરતી અનેક સંસ્થાઓએ પાંચ વર્ષ પહેલા એક પહેલ કરી હતી અને ભગવાન જગન્નાથની રથયાત્રા ભુજમાં પણ નિકળે તેવુ આયોજન કર્યુ હતુ. ત્યારે આજે કચ્છી નવા વર્ષના ભુજના મહાદેવ ગેટથી ભુજ સ્વામીનારાયણ મંદિર સુધીની રથયાત્રાનુ આયોજન કરાયુ હતુ. જેમાં કચ્છભરમાંથી લોકો જોડાયા હતા. વિવિધ બેન્ડ અને કચ્છી સંસ્કૃતિની ઝાંખી સાથે રથમાં સવાર ભગવાન જગન્નાથની રથયાત્રાને આગળ ધપાવવાનો લાહ્નવો લઇ અનેક હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભુજ સહિત પટેલ ચોવીસીના લોકો મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા.અને રથયાત્રાને સફળ બનાવી હતી. રાજકીય સામાજીક આગેવાનો પણ રથયાત્રામાંમ જોડાયા હતા.

ગાંધીધામમાં પુરીમાં યોજાતી રથયાત્રાની ઝાંખી

પંચરંગી વસ્તી ધરાવતા ગાંધીધામ શહેરમાં પણ જય જગન્નાથ ટ્રસ્ટ દ્વારા રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે. સતત છઠા વર્ષે યોજાયેલી આ રથયાત્રા શહેરના નજીકના ગળપાદર ગામેથી નીકળી સમગ્ર ગાંધીધામ શહેરમાં ફરી હતી ભગવાન જગન્નાથજીના સાજ શણગાર સાથે નીકળેલી આ રથયાત્રામાં ઉડીસા સમાજ ના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપરાંત શહેરની ધર્મપ્રેમી જનતા પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી લગભગ ૧૪ કિ.મી. લાંબી આ રથયાત્રા દરમિયાન શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા પુરીમાં યોજાતી દેશની સૌથી મોટી રથાયાત્રાની પ્રતિકૃતિ આ રથયાત્રા દરમ્યાન જોવા મળી હતી. અને ઓડીસા સમાજના લોકો દ્વારા વિશેષ રીતે આ રથ તૈયાર કરવા સાથે જુની સંસ્કૃતિ મુજબ રથયાત્રા ગાંધીધામથી કાઢવામાં આવી હતી. જેમાં હિન્દુ મુસ્લિમ દરેક સમાજના લોકો જોડાયા હતા. પરંપરાગત વાદ્યો સાથેની યાત્રાએ આકર્ષણ જમાવ્યુ હતુ
કચ્છનુ નવુ વર્ષ હોવા છંતા કચ્છમાં આ દિવસની ઉજવણીનો મહિમા ઘટી રહ્યો હતો. જો કે છેલ્લા થોડા વર્ષોથી થઇ રહેલા પ્રયત્નોથી કચ્છમાં જુની પરંપરા સાથે નવા આયોજનો થકી કચ્છની નવા વર્ષની ઉંમગભેર ઉજવણી શરૂ થઇ છે. બે વિશાળ શોભાયાત્રા સાથે કચ્છમાં અનેક જગ્યાએ ધાર્મીક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કચ્છી નવા વર્ષની આજે ઉજવણી કરાઇ હતી.