કચ્છમાં ભલે વરસાદ જુલાઇના અંત અને ઓગસ્ટમા આવતો હોય પરંતુ જ્યારે સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમા વરસાદ મેઘતાંડવ કરી લોકોને તરબોળ કરી રહ્યો છે. ત્યારે બીજી તરફ કચ્છમાં ચિંતા ફેલાઇ છે. એક તરફ અષાઢીબીજનુ શુકન પણ ન સચવાયુ અને બીજી તરફ પશુ અને ખેતીને ધ્યાને રાખી કચ્છમાં પાણીની વિકટ સ્થિતી છે ત્યારે કચ્છી લોકો પણ ઇચ્છી રહ્યા છે. કે કચ્છમા પણ હવે વરસાદની એન્ટ્રી થાય ત્યારે એક તરફ લોકો આકાશ પર મીટ માંડી બેઠા છે. તો બીજી તરફ વરૂણદેવને રીઝવવા માટે લોકોએ પ્રાર્થનાનો દોર શરૂ કર્યો છે.પહેલા નખત્રાણામાં વરસાદ માટે યજ્ઞ યોજાયા બાદ આજે ભુજ ખારીનદી સ્મશાનગૃહ ખાતે આવેલા ભુતનાથ મહાદેવના સાનિધ્યમાં કચ્છના સાંસદે કચ્છમાં સારા વરસાદ અને શાંતી માટે એક યજ્ઞનુ આયોજન કર્યુ હતુ. સામાન્ય રીતે કચ્છમાં અષાઢીબીજના અમીછાંટણા સાથે વરસાદનુ શુકન સચવાય છે. પરંતુ આ વખતે વરસાદ ન પડતા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પર્જન્ય યજ્ઞ કરવાનુ નક્કી કર્યુ હતુ. અને આજે વિવિધ સંસ્થાઓના સહયોગ અને ભાજપના કાર્યકરોની મોટી ઉપસ્થિતીમાં શાસ્ત્રોક્ત વિધી સાથે આ યજ્ઞ કરાયો હતો જેમાં સૌ કોઇએ આહુતી આપવા સાથે ભુતનાથ મહાદેવ પાસે સારા વરસાદની પ્રાર્થના કરી હતી. કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિત ભાજપ પ્રમુખ અને પાલિકાના ચુંટાયેલા પ્રતિનીધીઓ સહિતના સ્થાનિક લોકો પણ આ યજ્ઞમા જોડાયા હતા. ભુતનાથ મહાદેવ મંદિર વત્તી શૈલેશ જાનીએ સંપુર્ણ કાર્યક્રમ અંગેની વ્યવસ્થા સંભાળી હતી. અને આચાર્ય કશ્યપ મહારાજ ભાડિયા વાળા સહિતના ભુદેવોએ યજ્ઞ કરી વરૂણદેવને રીઝવવા પ્રાર્થના સાથે આહુતિ આપી હતી સવારે 7 વાગ્યાથી શરૂ કરાયેલો આ યજ્ઞ સાંજે 7 કલાકે પુર્ણ કરાશે.