Home Crime પિતાની બીકે મુન્દ્રામાં બાળક દોઢ દિવસ ગુમ રહ્યો પોલિસે શોધી પરિવારને સોંપ્યો

પિતાની બીકે મુન્દ્રામાં બાળક દોઢ દિવસ ગુમ રહ્યો પોલિસે શોધી પરિવારને સોંપ્યો

1103
SHARE
કચ્છના અજરખપુરમાં બનેલી ઘટના અને ત્યાર બાદ ગુજરાત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ છોકરા ઉપાડી જવાની ટોળકીઓ ફરી રહી હોવાની અફવાઓ વચ્ચે મુન્દ્રામાં એક બાળક ગુમ થતા દોડધામ મચી ગઇ હતી. ગઇકાલે મુકેશ મંગલપ્રસાદ લોહાર ઉ.11 ઘરેથી રમવા જવાનુ કહી નિકળી ગયો હતો. જો કે સાંજ સુધી બાળક પરત ન ફરતા ઘરના સભ્યોએ આખી રાત તેની શોધખોળ શરૂ કરી હતી. અને સવારે આ અંગે પોલિસને પણ જાણ કરતા ગામલોકોએ પણ મુન્દ્રા અને જે ગામમાં બાળક રહે છે તે ભુજપુર આસપાસના વિસ્તારોમાં પણ બાળકની શોધખોળ કરી હતી. જો કે બાળક આજે બપોરના 12 વાગ્ય સુધી મળ્યો ન હતો. જો કે ત્યાર બાદ પોલિસને બાળક શોધવામાં સફળતા મળી હતી. અને બાળક ખાખરાવાસ ભુજપુરના એક ખંડર મકાનમાંથી મળી આવ્યો હતો. જેને પરિવારને પોલિસે સુપ્રત કર્યો હતો. મુન્દ્રા પી.આઇ.એમ.એન.ચૌહાણ સહિતની ટીમે બાળકને શોધવા વિવધ ટીમ બનાવી અલગઅલગ વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી.

મુકેશ પિતાની બીકે ઘરે ન ગયો ભુખ્યાપેટ રાતવાસો કર્યો 

ગુમ થનાર બાળક મળ્યા બાદ પોલિસે તેની આગવી ઢબે પુછપરછ કરતા મુકેશે કેફીયત આપી હતી. કે તેના પિતા મંગલપ્રસાદે તેને બહાર રમવા જવા માટે ના કરી હતી અને તે રમવા ગયો હતો પરંતુ ત્યાર બાદ પીતા મારશે તે બીકે બાળક ઘરે ગયો ન હતો અને ગામનાજ ખાખરાવાસમા આવેલ એક ખંડેર મકાનમાં તે બેસી રહ્યો હતો અને ત્યાર બાદ રાતવાસો પણ ભુખ્યા પેટે ત્યાંજ કર્યો હતો. સવારે પણ પિતાની બીકે ઘરે જવાની હિંમત કરી ન હતી. જો કે ત્યાર બાદ પોલિસની શોધખોળ દરમ્યાન તે મળી આવ્યો હતો જેથી મુન્દ્રા પોલિસે તેના પિતા મંગલપ્રસાદ અને માતા શીલાદેવીની બોલાવી બાળક મુકેશને પરિવાર સાથે મળાવ્યો હતો.
એક તરફ બાળકો ઉપાડી જવાની ઘટના ભલે અફવા હોય પરંતુ બાળકો ગુમ થઇ જવાની ઘટનાને પોલિસ ગંભીરતાથી લઇ રહી છે. અને તેથીજ અફવાઓ વચ્ચે પણ ગુમ થયેલા મુકેશને શોધવા પોલિસે અનેક પ્રયત્નો કર્યા અને દોઢ દિવસ પરિવારથી દુર રહ્યા બાદ તેનુ પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ.