Home Current નવા આઈજી ડી.બી. વાઘેલાનુ કચ્છ કનેક્શન:જાણો પૂર્વ-પશ્ચિમ કચ્છના ડીએસપી અને પોલીસને શું...

નવા આઈજી ડી.બી. વાઘેલાનુ કચ્છ કનેક્શન:જાણો પૂર્વ-પશ્ચિમ કચ્છના ડીએસપી અને પોલીસને શું કહ્યું?

3152
SHARE
છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની જળવણીનો મુદ્દો કચ્છમા પડકારરૂપ બન્યો છે. તે વચ્ચે અત્યારે નવા બોર્ડર રેન્જ આઈજી તરીકે ડી. બી. વાઘેલાની નિમણુંક થઈ છે. આજે ગાર્ડ ઓફ ઓનર સાથે કચ્છ પોલીસનો આવકાર ઝીલ્યા બાદ ભુજની રેન્જ આઈજી કચેરીમા ડી. બી. વાઘેલાએ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. મૂળ ધોળકા ના ડી. બી. વાઘેલાને સારી પોલિસ કામગીરી બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ મળી ચુક્યો છે. તો ભારતીય ચૂંટણી પંચે પણ તેમને દાહોદમાં સારી કામગીરી બદલ બેસ્ટ ડીએસપીનો એવોર્ડ આપ્યો હતો.

આઈજી ડી.બી.વાઘેલાનુ કચ્છ કનેક્શન અને તેમણે કચ્છ પોલીસને શું કહ્યું?

કચ્છ બોર્ડર રેન્જના નવા આઈજી ડી.બી. વાઘેલાનું કચ્છ સાથે અનોખું કનેકશન છે. તેમણે ગુજરાત પોલીસમાં પોતાની કારકીર્દીની શરૂઆત ૧૯૯૩ થી ભુજ માં ડીવાયએસપી તરીકે કરી હતી, ત્યારબાદ તેમણે ફરી ૧૯૯૬ મા ફરી પૂર્વ કચ્છમા અંજારના એસીપી તરીકે ફરજ બજાવી હતી. હવે તેમને ગુજરાત સરકારે હમણાં જ આઈજી તરીકે ૨૦૧૮ માં પ્રમોશન આપ્યું અને તેમણે આઈજી તરીકે પહેલો ચાર્જ કચ્છમા સભાળ્યો છે. એટલે ડીવાયએસપી તરીકે અને આઈજી તરીકેનો પોલીસ કામગીરીનો તેમનો કાર્યકાળ કચ્છથી શરૂ કર્યો છે. આમ કચ્છ સાથે તેમનો સંબધ પોલીસની કારકિર્દીમા મહત્વનો રહ્યો છે. બીએ વિથ ઈકોનોમિક્સ સાથે સ્નાતક થયેલા ડી. બી. વાઘેલાને IAS તરીકે પ્રમોશન ૨૦૦૦ મા મળ્યું તેઓ પોતાના પોલીસ અધિકારી તરીકેના કાર્યકાળમાં પાટણ, વલસાડ, બનાસકાંઠા, અમદાવાદ, દાહોદ અને છેલ્લે સુરત માં ફરજ બજાવી ચુક્યા છે. તો, આઈબી ઉપરાંત એસીબીમાં પણ મહત્વની કામગીરી કરી ચુક્યા છે. બ્લેક કેટ કમાન્ડો તાલીમ મેળવી ચૂકેલા ડી. બી. વાઘેલા કહે છે કે મારા રોલ મોડેલ ગુજરાતના બાહોશ પોલીસ અધિકારી એ. કે. સિંઘ છે. બોર્ડર રેન્જ આઈજી તરીકે તેઓ માત્ર બોર્ડર વિસ્તાર જ નહીં પણ કચ્છના પૂર્વ અને પશ્ચિમ એમ બને પોલીસ જિલ્લાઓ ઉપર નજર રાખશે. ગાંધીધામ અને ભુજ એ બંને ડીએસપી તેમ પૂર્વ-પશ્ચિમ કચ્છના પોલીસ કર્મચારીઓને તેમણે મીડિયાના માધ્યમથી ટકોર કરી હતી કે અરજદારોની ફરિયાદ ઉપર જે તે પોલીસ સ્ટેશન અને ડીએસપી કક્ષાએ થી જ કામગીરી થાય અને આઈજી કચેરી સુધી ફરિયાદ ન પહોંચે. જોકે, આઈજી કચેરી દ્વારા ૧૦ જેટલા પોલીસ અધિકારીઓની એક ટીમ બનાવાશે જેમના મોબાઈલ ઉપર લોકો જાતે પોતાની ફરિયાદ કરે એવી વ્યવસ્થા ઉભી કરાશે. આ ૧૦ પોલીસ અધકારીઓ ની ટીમ જરૂરી પોલીસ કાર્યવાહી કરે તેવી સતા તેમને અપાશે. એકાદ મહીના માં આ વ્યવસ્થા ગોઠવાશે.

સરહદ સુરક્ષા માટે શું છે નવો આઈજી નો પ્લાન?

કચ્છમા રણ અને દરિયાઈ સરહદ બંને છે એ સંદર્ભે આઈજી શ્રી વાઘેલાએ કહ્યું હતું કે તેઓ કોસ્ટગાર્ડ, બીએસએફ સાથે પોલીસની જોઈન્ટ બેઠક યોજીને સરહદ સુરક્ષા માટે ખાસ આયોજન કરશે. અત્યારે ડ્રગ્સ, જાલીનોટ, શસ્ત્રો અને ઘૂસણખોરી ઉપર પોલીસની સુરક્ષા સઘન બનાવાશે. સ્લીપર સેલ અને સરહદી સુરક્ષા માટે બાતમીદારોનો સહયોગ લેવાશે તો લોકો પણ દેશની સુરક્ષા માટે સહકાર આપે તેવી અપીલ પણ કરી હતી. કચ્છના ચાર મરીન પોલીસ સ્ટેશનો મા રહેલી સાધનોની અધૂરાશો વિશે મીડીયા પાસે થી જાણ્યા પછી અધૂરાશો પુરી કરવાની દિશામાં પોતે પ્રયત્નો કરશે એવો ખુલાસો તેમણે કર્યો હતો.