Home Crime કંડલા ઝીરો પોઇન્ટ નજીક ગમખ્વાર અકસ્માત : ટેન્કર 3 યુવકોને ભરખી ગયો

કંડલા ઝીરો પોઇન્ટ નજીક ગમખ્વાર અકસ્માત : ટેન્કર 3 યુવકોને ભરખી ગયો

1737
SHARE
ટ્રાન્સપોર્ટરોની લાંબી હડતાળ સમેટાયા બાદ ફરી કચ્છમાં વાહનવ્યવહાર ધમધમતો થયો છે. ત્યારે આજે કંડલા નજીક સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતે 3 યુવાનોની જિંદગી પર પુર્ણવિરામ મુક્યો છે. પોલિસના સત્તાવાર સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ આજે બપોરના સમયે તુણા અને કંડલાના 3 યુવાનો બાઇકમાં જઇ રહ્યા હતા ત્યારેજ ટેન્કરે ટક્કર મારતા 3 યુવાનોના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. જેમાં (1) સુલ્તાન ગની બાપડા ઉં 19 (2) ફારુક મામદ બલોચ ઉ. 20 (3) આમદ જુસબ કેલા ઉં.20 ઉપર અકસ્માતે ટેન્કર ફરી વળ્યું હતું જેમાં ત્રણેય યુવાનો ઘટના સ્થળેજ મોતને ભેટ્યા હતા અયુબ નુરમામદ બુચડે આ અંગે પોલિસને જાણ કરતા પોલિસે હાલ ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. હાલ તમામ મૃતદેહને રામબાગ સરકારી હોસ્પિટલમા ખસેડાયા છે. કંડલા અને તુણાના 3 યુવાનોના મોતથી અરેરાટી ફેલાઇ છે. જો કે અકસ્માત બાદ ટેન્કર ચાલક નાસી ગયો છે કે નહી તે સંદર્ભે પોલિસ તરફથી સત્તાવાર કોઇ માહિતી મળી નથી. પરંતુ 3 યુવાનોના મોતથી મુસ્લિમ સમાજમા શોક ફેલાયો છે.