Home Crime ગાંધીધામ પાલિકા કચેરીમા તોડફોડ કરનાર સામે ફરીયાદ : નિરોણામાં ભેખડ નીચે દબાયેલા...

ગાંધીધામ પાલિકા કચેરીમા તોડફોડ કરનાર સામે ફરીયાદ : નિરોણામાં ભેખડ નીચે દબાયેલા ત્રણ પૈકી એક મજુરનુ મોત

578
SHARE

ગાંધીધામ પાલિકા કચેરીમા તોડફોડ કરનાર સામે ફરીયાદ 

ગાંધીધામના રોટરીનગરમા પાણી અને ગટરના મુદ્દે સર્જાયેલા ધમાસાણ બાદ અંતે ચીફ ઓફીસરે આ મામલે ટોળા સામે પોલિસ ફરીયાદ નોંધાવી છે. ગુરુવારે સવારે સ્થાનીક લોકો ટોળા સ્વરૂપે પાલિકા કચેરીમા આવ્યા હતા અને પહેલા તાળાબંધી અને ત્યાર બાદ પાલિકા કચેરીમા તોડફોડ સાથે તેમની રજુઆત કરી હતી. જે મામલે સાંજે ચીફ ઓફીસરે 9 વ્યક્તિના નામજોગ અને ટોળા સામે રાયોટીંગ અને સરકારી મિલ્કતને નુકશાન પહોંચાડવા સંદર્ભે ગાંધીધામ એ ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાવી છે. જે આધારે પોલિસે તપાસ શરૂ કરી છે.

નિરોણામાં ભેખડ નીચે દબાયેલા ત્રણ પૈકી એક મજુરનુ મોત 

નિરોણામાં ગુરુવારે સવારે ગટર યોજનાના ચાલી રહેલા કામ દરમ્યાન જી.સી.બી ચાલકની બેદરકારીને લઇને સર્જાયેલી ઘટનામા ઇજાગ્રસ્ત થનાર ત્રણ મજુરો પૈકી એક મજુરનુ સારવાર દરમ્યાન મોત થયુ છે. ખાડો ખોદ્યા બાદ તેમા ત્રણ મજુરો પર માટી પડતા તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. જે પૈકી અબ્દુલ સુલેમાન કુંભારનુ ભુજની ખાનગી હોસ્પિટલમા સારવાર દરમ્યાન મોત નીપજ્યુ છે. ઘટના સંદર્ભે નિરોણા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

ભુજ આર્મી કેમ્પના જવાનની રાયફલ સહિતની બેગની ટ્રેનમાંથી ચોરી 

રાજસ્થાન આર્મી કોમ્પીટીશનમાં ભાગ લેવા ગયેલા એક જવાનની અમદાવાદથી કચ્છ આવતા સમયે સયાજીનગરી ટ્રેનમાંથી AK-47 રાયફલ સહિતની બેગ ચોરાઇ ગઇ હતી. રણજીતસિંગે આ મામલે ગાંધીધામ રેલ્વે પોલિસને એક ફરીયાદ આપી છે. જેમાં તેના મોબાઇલ બે આર્મીના યુનીફોર્મ અને હથિયાર સાથેની બેગ કોઇ ચોરી કરી ગયુ હોવાનુ જણાવ્યુ છે. આર્મી જવાનના ડ્રેસ અને હથિયાર સાથેની બેગ ચોરાતા રેલ્વે પોલિસ સહિતની સુરક્ષા એજન્સીઓએ મામલાને ગંભીરતાથી લઇ તપાસ શરૂ કરી છે.

કચ્છથી પશુમાલને લઇ ગયેલા માલધારી પર રીંછનો હુમલો ત્રણના મોત

મધ્યપ્રદેશની સીમાએ પોતાના પશુઓને ચરાવવા માટે લઇ ગયેલા માલધારી પરિવાર પર રીંછના ટોળાએ હુમલો કરતા એક દંપતિ સહિત 3 વ્યક્તિના મોત થયા છે. બનાવ 31 જુલાઈના મધરાત્રે બન્યો હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે. પરિવાર અંજારના લાખપર અને ખોખરાના રહેવાસી છે. ઘટનાની જાણ થતા તેમની સાથેના અન્ય માલધારીઓ ત્યા દોડી ગયા હતા. ઘટનાને પગલે કચ્છ વસ્તા તેમના કુટુંબીઓ અને સમાજના લોકોમાં શોક ફેલાયો છે.

નખત્રાણાના ગંગોણ ગામે સગીરા પર બળાત્કાર

નખત્રાણાના ગંગોણ ગામે એક 16 વર્ષીય સગીરા પર એક શખ્સે બળાત્કાર ગુજાર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. 16 વર્ષીય સગીરા તેની સાથેના દુષ્કર્મને લઇને ગર્ભવતી બની હોવાનુ પણ સામે આવ્યુ છે. જેથી તેના પરિવારજનો તેને સારવાર માટે ભુજ લઇ આવ્યા હતા. જ્યાં સગીરાની ફરીયાદ નોંધવાની કાર્યવાહી પોલિસે શરૂ કરી છે. યુવક વિરૂધ્ધ પોક્સો સહિતની કલમ તળે ફરીયાદ નોંધી નખત્રાણા પોલિસ આ અંગે વધુ તપાસ કરશે તો ગર્ભવતી બનેલી સગીરાના મેડીકલ સહિતની તપાસ પણ શરૂ કરાઇ છે.