Home Current જિલ્લા પંચાયતમાં હરિભાઈની સાથે ભીમજી જોધાણી, છાયાબેન, ભાવનાબા ને મળ્યા ચેરમેન પદ-કોણ...

જિલ્લા પંચાયતમાં હરિભાઈની સાથે ભીમજી જોધાણી, છાયાબેન, ભાવનાબા ને મળ્યા ચેરમેન પદ-કોણ રહી ગયું?

1356
SHARE
કચ્છ જિલ્લા પંચાયતની સાત સમિતિઓના ચેરમેન ની વરણીએ કચ્છ ભાજપની સાથે જિલ્લા નો રાજકીય માહોલ પણ ગરમ બનાવ્યો હતો. ચેરમેન પદ માટેની આંતરિક ખેંચતાણ ને કારણે જ સમિતિઓ ની રચના થઈ ગયા પછી લાંબા સમય બાદ સહમતિ સધાતા વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. સાત સમિતિઓ પૈકી સૌથી વધુ બોલબાલા ધરાવતી ત્રણ સમિતિઓ કારોબારી સમિતિ, બાંધકામ સમિતિ અને સિંચાઈ સમિતિના ચેરમેન પદ માટે છેક છેલ્લી ઘડી સુધી ખેંચતાણ ચાલતી રહી હતી.

કારોબારી સમિતિ માટે પાંચ દાવેદાર હતા

કારોબારી સમિતિ ના ચેરમેન તરીકે કુલ ૯ સભ્યો પૈકી ૫ સભ્યોની દાવેદારી ચર્ચામાં હતી. હરિભાઈ જાટીયા, નવીન જરૂ, છાયાબેન ગઢવી, ભીમજી જોધાણી, નરેશ મહેશ્વરી સ્પર્ધા માં દાવેદાર હતા. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદની મુદત ઘટીને અઢી વર્ષની થઈ જતા નરેશ મહેશ્વરી, છાયાબેન ગઢવીની સતત બીજી ટર્મ, તેમની પક્ષમાં સક્રિય કામગીરી અને મુન્દ્રા વિસ્તારને પ્રતિનિધિત્વ મળે તે દ્રષ્ટિએ અને સક્ષમ મહિલા પ્રતિનિધિ તરીકે છાયાબેન દાવેદાર હતા, જ્યારે ભીમજી જોધાણી પટેલ ફેક્ટર ની સાથે પક્ષ માં સક્રિય કામગીરી દ્વારા દાવેદાર હતા, નવીન જરૂ માનતા હતા કે તેમનો કાર્યકાળ રાજકીય વિવાદ વગરનો હતો એટલે તેઓ આહીર ફેક્ટર માં રીપીટ થઇ શકશે પણ અંતે હરિભાઈ જાટીયાએ કારોબારી ચેરમેન તરીકે નું સ્થાન મેળવ્યું.

બાંધકામ સમિતિના ચેરમેન તરીકે ભીમજી જોધાણી ની વરણી થઈ

ચાર સભ્યોની આ સમિતિ માં હરિભાઈ જાટીયા કારોબારી ચેરમેન બન્યા એટલે સ્વાભાવિક રીતે મહત્વની એવી આ બીજી સમિતિના ચેરમેન ભીમજી જોધાણી બન્યા.
*સિંચાઈ સમિતિના ચેરપર્સન તરીકે ભાવનાબા પરેશસિંહ જાડેજાની વરણી કરાઈ. તેમની ગત ટર્મની સારી કામગીરી ની સાથે તેમના પતિ પરેશસિંહ જાડેજાની સંગઠન ની સારી કામગીરી ની પક્ષે નોંધ લીધી.
*અન્ય સમિતિઓ માં શિક્ષણ સમિતિ માં છાયાબેન ગઢવીની પુનઃ ચેરપર્સન તરીકે વરણી કરાઈ. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે વસંત વેલજી વાઘેલા, આરોગ્ય સમિતિના ચેરપર્સન તરીકે ફુલાબેન મ્યાજર છાંગા, મહિલા બાળ વિકાસ સમિતિના ચેરપર્સન તરીકે પાર્વતીબેન મોતા, અને અપીલ સમિતિના ચેરમેન તરીકે પ્રમુખ લક્ષમણસિંહ સોઢા ની વરણી કરાઈ છે. સમગ્ર વરણી પ્રક્રિયા પુરી થઈ ત્યાં સુધી કચ્છ ભાજપ ના બે મહામંત્રીઓ અનિરુદ્ધ દવે અને શૈલેન્દ્રસિંહ જાડેજા સતત અઢી કલાક સુધી જિલ્લા પંચાયત માં બેઠા રહ્યા હતા.