યાદ છે….હજુ થોડા સમય પહેલાજ દુખના સાગરમાં ડુબીને સુખપર ગામના એક પરિવારે તેના સ્વજનને બદલે અન્ય કોઇની અંતીમક્રિયા કરી નાંખી હતી. બસ આવાજ એક કિસ્સાનુ સાક્ષી ફરી કચ્છ બન્યુ છે. વાત કઇક એવી છે. કે ખડીરમાંથી તારીખ 06-08-2018ના રોજ એક માનસીક અસ્થિર યુવાન રાપરના અમરાપર વિસ્તારમાંથી ખડીર પોલિસને મળી આવ્યો પ્રાથમીક સારવાર થઇ અને માનસીક હોસ્પિટલમાં પણ તેને સારવાર માટે લઇ જવાયો યુવાન તમિલ બોલતો હોઇ પોલિસે તમિલ બોલતા વ્યક્તિની મદદથી તેનુ નામ અને ગામનુ નામ પરિવાર સહિતની વિગતો મેળવવા પ્રયત્ન કર્યો અને બસ આજે પરિવાર સાથે તેનુ મિલન પોલિસની મદદથી થઇ ગયુ યુવાનનુ નામ છે. રાધવેન્દ્ર ઉર્ફે રાજુ કુમરી 32 વર્ષનો આ યુવાન કર્નૃલ આન્ધપ્રદેશનો છે. અને બે વર્ષ પહેલા ગુમ થઇ તે હાલમાં કચ્છમાંથી પોલિસને મળી આવ્યો હતો પોલિસે તેનો પરિચય મેળવ્યા બાદ કર્નૃલ રાજીવનગર પોસ્ટ કૃષ્ણનગર વિસ્તારના પોલિસ અધિક્ષકનો સંપર્ક કરી યુવાનની ઓળખની ખરાઇ કરવા સાથે તેના પરિવાર સાથે વીડીયો કોલીંગ મારફતે સંપર્ક કરાવ્યો હતો અને આજે તેની પત્ની અને તેનો સાળો તેને લેવા માટે ભચાઉ આવ્યા હતા જ્યા કોર્ટ કાર્યવાહી બાદ તેનુ પરિવાર સાથે મિલન થયુ હતુ. જેમાં ખડીર પોલિસના પી.એસ.આઇ એચ.એમ.પટેલ અને એ.એસ.આઇ કીર્તીકુમાર ગેડીયા સહિતના સ્ટાફે પોલિસ પ્રજાનો મિત્ર છે. તે સાર્થક કરવા સાથે બે વર્ષથી લાપતા યુવાનનો પરિવાર સાથે મિલન કરાવ્યુ હતુ.
પરિવારે બે વર્ષ પહેલા ગુમ થયેલા યુવાનને મૃત માની અંતીમક્રિયા કરી નાંખી
રાધવેન્દ્ર આજથી બે વર્ષ પહેલા તેના ગામેથી અચાનક ગુમ થઇ ગયો હતો. માનસીક સ્થિતી તેની ત્યારે પણ સારી ન હતી. જો કે લાંબી શોધખોળ બાદ તે ન મળતા પરિવારે તેને મૃત માન્યો હતો અને તેની ધાર્મીક વિધી પણ કરી નાંખી હતી. જો કે આજે બે વર્ષે તે જીવતો હોવાનુ સામે આવતા એક તરફ તેમના મનમાં અનેક સવાલો છે. તો બીજી તરફ રાધવેન્દ્રને મળ્યાની ખુશી તેની પત્ની લક્ષ્મીબેને વ્યક્ત કરી હતી પોલિસે તેની પત્ની લક્ષ્મીબેન અને તેની બહેન વિશ્ર્વરૂપા સાથે રાધવેન્દ્રની ઓખળની ખરાઇ કર્યા બાદ આજે ગુમ થયેલ યુવાનની પત્ની અને તેનો સાળો તેનો કબ્જો મેળવવા આવ્યા હતા જેનુ પોલિસે મિલન કરાવ્યુ હતુ.
પોલિસ ખરેખર પ્રજાનો મિત્ર છે. આ યુક્તિ કદાચ આ કિસ્સા પરથી ચોક્કસ સાચી ઠરે કેમકે પરિવારે તો બે વર્ષની શોધખોળ બાદ યુવકને મૃત માન્યો હતો પરંતુ પોલિસે માનસીક અસ્થિર યુવકને અમરાપરથી ઝડપ્યા બાદ તેને ન માત્ર સ્વસ્થ કર્યો પરંતુ તેની ઓળખ મેળવી તેનુ પરિવાર સાથે મિલન કરાવ્યુ જેમાં ટેકનોલોજી ઉપયોગી થઇ પરંતુ માનવીય સંવેદનાએ આ કાર્યને વધુ બળ આપ્યુ અને એટલેજ પોલિસે સ્વખર્ચે મિલન બાદ પરિવારને હેમખેમ કર્નૃલ જવાની વ્યવસ્થા કરી આપી સલામ એ સૌ કોઇને જેને રાધવેન્દ્રને પરિવાર સાથે મેળવ્યો.