ભચાઉ,ગાંધીધામ અને મુન્દ્રા જેવા વિસ્તારોમા ગત રાત્રે જુગારીઓ પર ત્રાટકેલી પોલિસે જુગારના દરોડા યથાવત રાખ્યા છે. ગત રાત્રે ગાંધીધામ,મુન્દ્રા અને ભચાઉમાંથી જુગાર ઝડપાયા બાદ ફરી મુન્દ્રા પોલિસે દરોડો પાડી આજે 12 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા તો બીજી તરફ અંજાર પોલિસે પણ જુગારનો સફળ દરોડો કરી 9 શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપ્યા છે.
મુન્દ્રામાં 12 શખ્સો ઝડપાયા બે ફરાર
મુન્દ્રાના બરાયા ગામની એક વાડીમાં જુગારની બાતમી મુન્દ્રા પોલિસને મળી હતી. જે આધારે પોલિસની ટીમે સામત જીવા મહેશ્ર્વરીની વાડી પર દરોડો પાડ્યો હતો અને ત્યાં છકડા તથા અન્ય વાહનોમા જુગાર રમવા આવેલા 12 શખ્સો રોકડ સહિત 2.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા જ્યારે ઇમરાન અલિમામદ સમેજા અને મંગા રતન ગઢવી નાસી જવામાં સફળ રહ્યા હતા. જ્યારે 12 શખ્સો ઝડપાઇ ગયા હતા.જેમાં વાડી સંચાલક સામત જીવા મહેશ્ર્વરી ઝડપાઇ ગયો હતો.
ઝડપાયેલા જુગારીઓના નામ
(1)સામત જીવા મહેશ્ર્વરી (2)દિપેશ જગદીશ રાજગોર (3) કપુરસિંહ દાજીભા જાડેજા (4) રવિ સુરેશ લાલકા (5) રજાક જાકબ કુંભાર(6) રમેશ પચાણ સુથાર (7)મનુભા ભીભાજી જાડેજા(8) બાબુ મગન સથવારા (9) બનુભા હરિસંગ જાડેજા (10) રામદેવસિંહ નટુભા જાડેજા (11)ગુલાબસંગ હરિસંગ જાડેજા (12) વિજયસિંહ નટુભા જાડેજા