રાપર તાલુકા ના ત્રંબો નજીક આવેલ ચોકીયાવાંઢ વાડી વિસ્તાર ની એક સગીરા ને મોમાયાવાંઢ.. નાની રવ માં રહેતા રમેશ ઉર્ફે ગામા હાજા અખીયાણી કોલી આ સગીરા ને પ્રેમ જાળ મા ફસાવી ને અવાર નવાર મોબાઇલ પર વાત ચીત ચાલુ રાખી ને સગીરા ને માતા પિતા ના વાલી પણા માંથી ભગાડી ગયો હતો અને લગ્ન કરવાની લાલચ આપીને આ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું જે અંગે આ સગીરા ને લાગી આવતા સગીરા એ તા. 27/8/2018 ની રાત્રે દરમિયાન આત્મહત્યા કરી લીધી હતી તે બાબતે રાપર પોલીસ મથકે અકસ્માત અંગે ધો ગુનો દાખલ કર્યો હતો અને સગીરા ના લાશ નું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા આ સગીરા સાથે દુષ્કર્મ કરવા મા આવ્યું હતું તેવો રિપોર્ટ આવતા પોલીસે આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાની કલમ તેમ જ પોસ્કો હેઠળ સગીર બાળા બળાત્કાર ની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરિક્ષિતા રાઠોડ ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર આર એલ રાઠોડ, પીએસઆઇ પી. એસ. નાંદોલીયા, કિશોરસિંહ જાડેજા, સરતાણ પટેલ, સામત બરાડીયા સહિત ના પોલીસ કર્મચારીઓ એ તપાસ હાથ ધરી હતી અને આરોપી ના મોબાઇલ લોકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા માં આવતા આજે આરોપી ને રાપર ના ચામુંડા નગર માંથી પકડી પાડયો હતો અને આજે સાંજે આ આરોપી નું પોલીસ દ્વારા જાહેરમાં સરભરા કરવામાં આવી હતી.