Home Crime પશ્ર્ચિમ કચ્છ LCB સહિત મહત્વના પોલિસ મથકોના ડી સ્ટાફને હેડક્વાર્ટર બદલ્યા

પશ્ર્ચિમ કચ્છ LCB સહિત મહત્વના પોલિસ મથકોના ડી સ્ટાફને હેડક્વાર્ટર બદલ્યા

2355
SHARE
કચ્છની મહત્વની બ્રાન્ચોમા હાલમાંજ પશ્ર્ચિમ કચ્છ એસ.પી.એ ફેરબદલ કરી મુખ્ય અધિકારીઓની બદલી કરી હતી ત્યારે હવે કોન્સ્ટેબલ કક્ષાના ડી સ્ટાફના અને એમ કહીએ કે પોલિસ મથકનો કાર્યભાર સંભાળતા મહત્વના વ્યક્તિઓની નબળી કામગીરીને લઇને બદલી કરવામાં આવી છે. જેમાં એલ.સી.બી માંડવી ભુજ એ ડીવીઝન બી ડીવીઝન પધ્ધર,માંડવી,મુન્દ્રા સહિત કચ્છના તમામ મહત્વના પોલિસ મથકોમાં મહત્વની ભુમીકા ભજવતા હેડ કોન્સ્ટેબલની બદલી કરવાના હુકમો આજે પશ્ર્ચિમ કચ્છ પોલિસ વડા એમ.એસ.ભરાડાએ કર્યા હતા જેમાં એલ.સી.બીના નરેન્દ્ર યાદવનો પણ સમાવેશ થાય છે તો અન્ય 17 જેટલા પોલિસ ડી સ્ટાફના મહત્વના વ્યક્તિઓનો પણ આ બદલિઓમાં સમાવેશ થાય છે આ તમામ પોલિસ જવાનોને હેડક્વાર્ટર ખાતે બદલવામા આવ્યા છે. ગુન્હાઓની સંખ્યામાં વધારો,પોલિસની ધાક ઓછી થવી ગુન્હા શોધવાની સંખ્યામાં ઘટાડો સહિત અનેક બાબતો આ બદલી માટે કારણભુત હોવાનુ પોલિસના આંતરીક સુત્રો તરફથી જાણવા મળ્યુ છે.

મહત્વની જવાબદારીમાંથી પોલિસ હેડક્વાર્ટર બદલેલા પોલિસ કર્મચારી

(1)હરિશચંદ્રસિંહ બળવંતસિંહ જાડેજા ભુજ એ ડીવીઝન (2) મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા ભુજ બી ડીવીઝન  (3)મદનસિંહ લાલુભા જાડેજા  (4)ખોડુભા નરેન્દ્રસિંહ ચુડાસમા મુન્દ્રા (5)ચેતનસિંહ કાળુભા જાડેજા મુન્દ્રા મરીન  (6)ધમેન્દ્રસિંહ જીતુભા ઝાલા માનકુવા  (7)પ્રુથ્વિરાજસિંહ બટુકસિંહ રાણા પધ્ધર  (8)ગુંણવતસિંહ ધનુભા જાડેજા ગઢસીસા  (9)કનકસિંહ નવલસિંહ જાડેજા નખત્રાણા  (10)પ્રહલાદ્દસિંહ નવલસિંહ સોઢા દયાપર  (11)મહેશ રઘુભાઇ ભરવાડ કોઠારા  (12)અશોક વાલજીભાઇ બારોટ જીલ્લા ટ્રાફીક  (13)સિંધરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા માંડવી  (14)હરેશ મેઘરાજ ગઢવી માંડવી  (15)અનીલસિંહ શીવુભા જાડેજા માંડવી મરીન  (16)વાલભાઇ દાનાભાઇ ગોયલ પેરોલ ફર્લો  (17)દિનેશ રામાભાઇ પટેલ ખાવડા  (18) નરેન્દ્ર યાદવ એલ.સી.બી

આમતો આ અગાઉ પણ નબળી કામગીરીને લઇને સમગ્ર પોલિસનો કાર્યભાર ચલાવતા આવા ડી સ્ટાફના હોંસીલા અને ઝાંબાજ કર્મચારીઓની બદલી કરાઇ છે. અને નવી ભરતી પણ કરાઇ છે. પરંતુ સાઇડ લાઇન થઇ ગયા બાદ ફરી ટુંક સમયમાં સારી જગ્યાએ પોસ્ટીંગના બનાવો પણ બન્યા છે. ત્યારે આવુ આ બદલીના હુકમો પછી થાય છે કે નહી તે જોવુ અગત્યનુ છે. પરંતુ લાંબા સમયથી એક સ્થળે અને મહત્વના સ્થળે જામી બેઠેલા આ કર્મીઓની બદલીની ચર્ચા સમગ્ર કચ્છના પોલિસ બેડામાં છે.
ચોક્કસ બદલી થયેલા પોલિસ જવાનોએ અનેક વણ ઉકેલ્યા કેસો શોધવામાં મદદ કરી પોતાની તાકાત બતાવી છે. પરંતુ મુન્દ્રા માંડવી ભુજ અને લખપત સહિત કચ્છમાં થોડા સમયમાં અનેક એવા બનાવો બન્યા જેને કાયદો વ્યવસ્થાની ઓસરતી અસરના દર્શન આમ નાગરીકોને કરાવ્યા જો કે પશ્ર્ચિમ કચ્છ પોલિસવડા એક્શન મુડમાં છે. અને પહેલા મહત્વની બ્રાન્ચ અને પોલિસ મથકના અધિકારી અને હવે પોલિસ મથકોના મહત્વના કહો કે ડી સ્ટાફ તેની બદલીના હુકમો કર્યા છે જેને પોલિસના આંતરીક સુત્રો મહત્વનુ પગલુ ગણી રહ્યા છે.