કચ્છનુ વહિવટી તંત્ર અને ગુપ્તચર એજન્સીઓ ભલે હાર્દિકના સમર્થન માં કચ્છમા થનારા વિરોધ અને હાર્દિકના ઉપવાસને ટેકા આપનાર પાસ કાર્યક્રરોના વિરોધને ડામી શક્યા હોય પરંતુ કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ તેના સમર્થનમાં હાર્દિક ને મળી ટેકો જાહેર કર્યો છે આમતો કચ્છમાંથી જુજ લોકો જ હાર્દિકના ઉપવાસના સમર્થનમાં તેના સુધી પહોંચી શક્યા છે પરંતુ આજે જ્યારે 11 મા દિવસે પણ હાર્દીક નો વિરોધ ચાલુ છે ત્યારે ગુજરાત કોગ્રેસની સાથે કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા પણ હાર્દિકની માંગને સમર્થન આપવા તેની પાસે પહોચ્યા હતા અને તેની તબિયતની પુછા કરવા સાથે તેની માંગને ટેકો જાહેર કર્યો હતો અને ખેડુતોની દેવા માફીના મુદ્દામા સુર પુરાવ્યો હતો તેમની આ મુલાકાત સમયે સાથી ધારાસભ્ય(ટંકારા)લલીતભાઇ કગથરા અને ધારાસભ્ય(પાટણ) કિરીટભાઇ પટેલ પણ જોડાયા હતા.