કુદરતી આપત્તિ દરમ્યાન બચાવ અને રાહત કાર્યમાં ઝડપ આવે તો જ જાન માલની ખુવારી અટકાવી શકાય. આજે બપોરે દરિયાઈ સુનામી સામેની અર્લી વોર્નીગ સિસ્ટમ ગાજી ઉઠી તે સાથે જ કચ્છનું વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું હતું અને ઝડપભેર બચાવ રાહત કામગીરી શરૂ કરી દીધી હતી.
મેસેજ આવ્યો ઈરાન ના મકરાન ના દરિયા મા સુનામી આવી છે, જે થોડી જ વારમા સુનામી કચ્છ મા ત્રાટકશે
દુનિયા ના સુનામી ની આપત્તિ ની શકયતા વાળા ત્રણ દેશો ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ભારત મા સુનામી સામે ની જાગૃતિ અંતર્ગત સંયુક્ત રીતે તબક્કાવાર આંતરરાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલનું આયોજન કરવામા આવે છે. તે અંતર્ગત આજે કેન્દ્રીય અને રાજ્ય ડિઝાસ્ટર ઓથોરીટી દ્વારા કચ્છ ના દરિયા કાંઠે મેસેજ આવ્યો હતો કે ઈરાન ના મકરાન ના દરિયા માં સુનામી આવી છે અને આ દરિયાઈ ભૂકંપ સુનામી રૂપે કચ્છ ના માંડવી અને સૌરાષ્ટ્રના જામનગર ના દરિયા કિનારે ત્રાટકશે. આ અર્લી વોર્નીગ એટલે કે આગોતરી સૂચના અનુસાર માંડવી ના દરિયા માં ૨.૩ મીટર એટલે કે ૮ થી ૧૦ ફૂટ ઉંચા મોજા ઉછળવાની શકયતા વ્યક્ત કરાઇ હતી. આ સુચનાને પગલે કચ્છના જિલ્લા વહીવટીતંત્ર એ તુરત જ માંડવી ની સાયન્સ કોલેજ મા સ્ટ્રેજિંગ એરિયા ઉભો કરીને વિવિધ તંત્રો સાથે ની ટાસ્કફોર્સ ટીમ બનાવી હતી. આ ટીમો મા BSFની સુનામી રેસ્ક્યુ ટીમ, NDRF, SDRF, પોલીસ, સીવીલ ડિફેન્સ, રેડક્રોસ, એસઆરપી, મેડીકલ ટીમ, એમ્બ્યુલન્સ, ફાયરફાઈટર, PGVCL, ફોરેસ્ટ, પાણી પુરવઠા સહિત ૩૩ જેટલા વિભાગો ને બચાવ રાહત ની કામગીરી મા સાંકળી લેવાયા હતા.
બાળકો સહિત ૪૦૦ નો બચાવ, પશુઓને પણ બચાવાયા.
દરમ્યાન ડિઝાસ્ટર ઓથોરીટી દ્વારા સમયાંતરે વાયરલેસ અને વોકિટોકી થી સજ્જ ટીમો ને દરિયાઈ સુનામી ના અને રાહત બચાવ કામગીરીના આદેશો મળતા ગયા. તે અનુસાર સ્ટ્રેજિંગ એરિયા માંડવી મા થી દરિયાકાંઠાના મસ્કા અને જનકપર એ બે ગામો મા રાહત બચાવ કામગીરીનો પ્રારંભ થયો. જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને મુન્દ્રા પ્રાંત અધિકારી વિજય રબારી ના માર્ગદર્શન નીચે મસ્કા ગામે ૮૪ બાળકો સહિત ૪૫ પરિવારોના ૨૪૬ લોકોને નીચાણવાળા વાળા વિસ્તાર થી સલામત ઉચાણ વાળા વિસ્તારમાં ખસેડાયા હતા. દરમ્યાન ૧ નું મોત નીપજ્યું હતું, જ્યારે ૬ ઇજાગ્રસ્ત થયા હતા, પશુઓમાં ૪૦ ઘેટાં બકરાને પણ બચાવી લેવાયા હતા. જ્યારે જનકપર ગામે ૫૦ બાળકો સહિત કુલ ૧૩૦ વ્યક્તિઓને બચાવી લેવાય હતા. જેમાં ૨ ટી.સી. અને ૧૦ વીજ પોલ પડી ગયા હતા. રાહતબચાવની કામગીરી મા NGO ઓ નો પણ સહયોગ લેવાયો હતો.
સુનામી સામે સજ્જતા કેળવવા ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇનફર્મેશન સિસ્ટમ હૈદરાબાદ દ્વારા આ મોકડ્રીલ નું આયોજન કરાયું હતું. કચ્છમા કંડલા માં ૧૯૪૫ માં દરિયાઈ સુનામી આવી ગઈ છે. તે ઉપરાંત ૧૮૧૯, ૧૯૫૬ અને ૨૦૦૧ મા ભૂકંપ પણ આવી ચુક્યો છે. કચ્છ ભૂકંપ ઝોન પાંચ મા હોઈ આવી કુદરતી આપત્તિ સામેની જાગૃતિ લોકો માટે પણ જરૂરી છે.