Home Crime ભેદી રીતે ગુમ થયેલા મજીદ મામલે કાલે કોર્ટમા થશે દુધનુ દુધ પાણીનુ...

ભેદી રીતે ગુમ થયેલા મજીદ મામલે કાલે કોર્ટમા થશે દુધનુ દુધ પાણીનુ પાણી : પોલિસ પાસે પુરતા પુરાવા 

2406
SHARE
19-07-2018ના રોજ રાત્રે એક યુવતીની ફરીયાદ પરથી ભુજના સંજોગ નગરમાં રહેતા મજીદ થેબાના ઘરે ગયેલી પોલિસ પર આમતો આ મામલાને લઇને ગંભીર આરોપો પણ થયા છે અને આ કિસ્સામા અનેક વિવાદો અને સવાલો પણ ઉભા થયા છે પરંતુ લડત,પોલિસ કાર્યવાહી અને સામાજીક સંસ્થાઓના ગુજરાત સુધીના વિરોધ પછી હવે કાલે હાઈકોર્ટમાં આ મામલે સત્ય શુ છે તે પોલિસ રજુ કરશે…આ મામલો કોર્ટમા નિર્માણધીન હોય પોલિસના ઉચ્ચ અધિકારીઓએ વિશેષ કહેવાનુ ટાળ્યુ હતુ. પરંતુ વિવાદને ધ્યાને રાખી પોલિસ પર થઇ રહેલા આક્ષેપો વચ્ચે પોલિસે કહ્યુ હતુ કે મજીદના ગુમ થવામાં પોલિસનો કોઇ હાથ નથી અને પોલિસે મજીદને માર મારવા સાથે તેની સાથે કોઇ પ્રકારનુ કાયદા વિરૂધ્ધનુ કાર્ય કર્યુ નથી તે સાબિત કરવા પોલિસ પાસે પુરતા પુરાવા છે.

કેમ આવી હતી પોલિસ વિવાદોના ઘેરામાં?

19 તારીખે મજીદ વિરૂધ્ધ એક યુવતીએ ફરીયાદ કરી હતી કે મજીદ તેને મારી નાંખશે જેથી પોલિસ મજીદના ઘરે પહોંચી હતી જો કે પોલિસના દાવા મુજબ મજીદ તે રાત્રે પોલિસના હાથે છટકી ગયો હતો જો કે કેટલીક સામાજીક મુસ્લિમ સંસ્થાએ આ વાતને મુદ્દો બનાવવા સાથે પોલિસે મજીદને ગુમ કર્યો હોવાના આક્ષેપ સાથેના દાવાઓ કર્યા હતા સાથે કચ્છ નહી પરંતુ છેક અમદાવાદ થી આ મામલે મજીદ ખોજ યાત્રાના આયોજન સાથે કચ્છમા સભા સહિતના કાર્યક્રમો પણ ઘડાયા હતા જો કે વિરોધ સાથે આ મામલે કાયદાકીય રીતે લડત પણ ચાલુ હતી જેમા હાઇકોર્ટમાં મજીદના ગુમ થયા અંગે એક ફરીયાદ થઇ હતી અને તેમા કોર્ટે પોલિસને મજીદના ગુમ થયા અંગે સત્ય શુ છે? તે જણાવવા માટેના નિર્દેશ કર્યા હતા જો કે પોલિસે પણ મજીદના ગુન્હાહિત ઇતિહાસ સાથે મજીદ મુદ્દે થયેલા વિવાદથી પોલિસનુ મોરલ તુટતુ હોવા અંગે એક જાહેર ખુલાસો કરી પહેલાથી જ સત્ય શુ છે તે અંગે ખુલાસો કર્યો હતો.
કાલે હાઇકોર્ટમા પશ્ર્ચિમ કચ્છ પોલિસની ટીમ પુરાવા સાથે રહેશે હાજર 
હાઇકોર્ટમા થયેલી અરજી બાદ કોર્ટે પશ્ર્ચિમ કચ્છ પોલિસને તારીખ 6 સ્પેટમ્બર સુધી મજીદના ગુમ થયા મામલે પુરતા રીપોર્ટ રજુ કરવાના નિર્દેશ કર્યા હતા જે મામલે આવતીકાલે પશ્ર્ચિમ કચ્છના એ.એસ.પી સહિત એ ડીવીઝન પોલિસના અધિકારી આ મામલે હાઇકોર્ટમાં જશે તેવુ જણાવવા સાથે સાથે સત્તાવાર સુત્રોએ જણાવ્યુ હતુ કે પોલિસ પાસે મજીદ ગુમ થવામાં પોલિસની કોઇ ભુમીકા નથી તે સાબિત કરવા માટે પુરતા પુરાવા છે જેમાં સી.સી.ટી.વીથી લઇ સાહેદોના નિવેદન ડોક્ટરી અભિપ્રાય અને ટેકેનોલોજીથી મેળવેલ પુરાવાઓનો પણ સમાવેશ થાય છે.  જો કે પોલિસ અને મજીદ શોધવા માટે આગળ આવેલી મુસ્લિમ સંસ્થાઓ વચ્ચે ચાલતા આક્ષેપ પ્રતિઆક્ષેપો વચ્ચે કાલે આ મામલે કોર્ટમાં પોલિસ પુરતા પુરાવા રજુ કરશે ત્યારે સૌ કોઇની નજર આ ચર્ચાસ્પદ કિસ્સા પર છે કે કાલે હાઇકોર્ટ પોલિસના જવાબ બાદ આ મામલે શુ નિર્દેશ કરે છે