Home Crime કચ્છના બહુચર્ચીત નલિયાકાંડમાં અંતે બબાશેઠને હાઇકોર્ટે જામીન આપ્યા બે વર્ષ બાદ પ્રથમ...

કચ્છના બહુચર્ચીત નલિયાકાંડમાં અંતે બબાશેઠને હાઇકોર્ટે જામીન આપ્યા બે વર્ષ બાદ પ્રથમ જામીન 

5041
SHARE
કચ્છના બહુચર્ચીત નલિયા સામુહીક દુષ્કર્મકાંડમાં અંતે બે વર્ષ બાદ પ્રથમવાર 8 આરોપી પૈકીના બબાશેઠને હાઇકોર્ટે જામીન આપ્યા છે નલિયા સ્થાનીક કોર્ટ ઉપરાંત ભુજ કોર્ટે અને છેક હાઇકોર્ટ સુધી અગાઉ આ મામલે અનકેવાર જામની અરજી થઇ ચુકી છે જે કોર્ટે ના મંજુર કરી હતી પરંતુ કેસના વિવિધ પાસા તપાસ્યા બાદ આજે હાઇકોર્ટે અંતે બબાશેઠની જામીન અરજી આજે મંજુર કરી છે. 25-જાન્યુઆરી 2016ના દિવસે નલિયા પોલિસ મથકે તમામ 8 આરોપી અને વિપુલ ઠક્કર નામના આરોપી વિરૂધ ફરીયાદ નોંધાઇ હતી અને ત્યાર બાદ આ કેસમાં 8 લોકોની પોલિસે વીધીવત ધરપકડ કરી હતી જો કે અત્યાર સુધી કોઇ કોર્ટે આ મામલે આરોપીને જામીન આપ્યા ન હતા પરંતુ આજે હાઇકોર્ટમાં વિનોદ વિસનજી ઠક્કર ઉર્ફે બબાશેઠે કરેલી જામીન અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી હત બાબશેઠની ભુમીકા અંગે વાત કરવામા આવે તો નલિયાકાંડની પિડીતાએ આક્ષેપ કર્યો હતો કે બાબશેઠે કામ આપવાનુ કહી તેનુ શારીરીક શોષણ કર્યુ હતુ.