Home Crime કચ્છના બહુચર્ચીત નલિયાકાંડમાં વધુ ત્રણ આરોપીને ભુજ સેસન્સ કોર્ટે જામીન આપ્યા

કચ્છના બહુચર્ચીત નલિયાકાંડમાં વધુ ત્રણ આરોપીને ભુજ સેસન્સ કોર્ટે જામીન આપ્યા

2953
SHARE
કચ્છના બહુચર્ચીત નલિયાકાંડમાં દોઢ વર્ષ કરતા વધુ સમયથી જેમના પર આરોપ છે તેવા તમામ આરોપીઓ જેલ યાતના ભોગવી રહ્યા છે જો કે હવે જાણે તેમની મુક્તીનો માર્ગ મોકળો થયો હોય તેમ ઉપરા ઉપરી આરોપીઓને જામીન મળી રહ્યા છે આ અગાઉ તમામ 8 આરોપીએ સ્થાનીક કોર્ટ સહિત હાઇકોર્ટ સુધી જામીન માટે અરજી કરી હતી તે કોર્ટે રીજેક્ટ કરી હતી પરંતુ હજુ થોડા દિવસ પહેલાજ આ કેસમાં વિનોદ વિસનજી ઠક્કરને હાઇકોર્ટે જામીન આપ્યા હતા અને હવે તે બેઝ પર જ ભુજની સેસન્સ કોર્ટમા જામીન માટેની દલિલો થઇ હતી જેને ગ્રાહ્ય રાખી આજે ભુજ સેસન્સ કોર્ટે ગાંધીધામના ગોવિંદ પારૂમલાણી,અજિત રામવાણી અને અશ્વિન ઠક્કરને જામીન આપવાનો હુકમ કર્યો હતો આજે બપોર સુધી આ અંગે સુનાવણી થઇ હતી અને બપોર બાદ આ અંગે ચુકાદો આપતા કોર્ટે ત્રણ આરોપીના જામીન મંજુર કર્યા હતા જો કે અત્યાર સુધી આ મામલે કુલ 4 વ્યક્તિઓને જામીન મળ્યા છે અને હજુ ચાર લોકો આ મામલે જેલવાસ ભોગવી રહ્યા છે પરંતુ જે રીતે નીચલી કોર્ટ અને હાઇકોર્ટમાંથી નલિયાકાંડના આરોપીઓને રાહત મળી રહી છે તે જોતા આગામી દિવસોમાં અન્ય આરોપીઓ પણ છુટે તેવી પુરી શક્યતા છે.

પિડીતાએ જામીન આપવા મુદ્દે કોઇ વાંધો ન ઉઠાવ્યો 

સામાન્ય રીતે આવી અરજી સમયે ભોગ બનનારનુ નિવેદન અગત્યનુ હોય છે અને અગાઉના કિસ્સામાં કોર્ટે કેસની ગભીરતા સાથે પિડીતાને પણ આ મામલે પુછાયુ હતુ પરંતુ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આ કિસ્સામાં પિડીતાએ જામીન આપવા મુદ્દે કોઇ વાંધો ઉઠાવ્યો ન હતો તો સામે હાઇકોર્ટે પણ અગાઉ આ કેસના એક વ્યક્તિના જામીન મંજુર કર્યા હતા. તે તમામ બાબતોને ધ્યાને રાખી કોર્ટે આજે જામીન અરજી ગ્રાહ્ય રાખી હતી.