Home Crime મુન્દ્રાની 3 વર્ષની બાળકી પર નજર બગાડનાર હેવાન એકાઉન્ટન્ટ ની મુન્દ્રા પોલિસે...

મુન્દ્રાની 3 વર્ષની બાળકી પર નજર બગાડનાર હેવાન એકાઉન્ટન્ટ ની મુન્દ્રા પોલિસે ધરપકડ કરી

18725
SHARE
નાની બાળાઓ પર દુષ્કર્મ અને શારિરિક છેડછેડાની ઘટના આજે દેશમાં આમ વાત બની છે પરંતુ હજુ જેને દુનીયાદારીની કાઇ ખબર નથી તેવી ઇશ્વરના રૂપ સમાન બાળકી પર મુન્દ્રા મા એક નરાધમ દ્વારા નજર બગાડવાની ઘટના એ કચ્છ સહિત સમગ્ર રાજ્યમા ચકચાર સર્જી છે મુન્દ્રાની ખાનગી શાળામાં અભ્યાસ કરતી બાળકી ગઇકાલે તેના વાલીઓ સાથે પોલિસ મથકે પહોંચી હતી અને તેની સાથે બનેલી ઘટનાથી ખુદ પોલિસ પણ ચોંકી ઉઠી હતી 3 વર્ષની બાળકી મુન્દ્રાની એક ખાનગી શાળામાં નર્સરીમાં અભ્યાસ કરે છે અને ત્યા કામ કરતા એકાઉન્ટન્ટ યુવક ફૈઝલ જુણસ સમેજા એ તેની પર નજર બગાડી તેની શારીરીક છેડછાડ સાથે વિકૃત હરકત કરી જો કે ઘટનાની જાણ તેની સ્કુલની એક મહિલાને થઇ અને બાળકીના વાલીને મહિલાએ વાત કરતા સમગ્ર મામલો પોલિસ મથકે પહોચ્યો ગઇકાલે વાલીઓની ફરીયાદના આધારે ફૈઝલ સમેજા વિરૂધ પોલીસે IPC ની કલમ 354(એ)(1)(5) તથા પોક્સો એક્ટની કલમ 11,12 મુજબ ફરીયાદ નોંધી તેની ધરપકડ કરી છે.

મુન્દ્રાનો બનાવ ચિંતાજનક વાલીઓ શીખ લે

સમાજ માટે ચિંતાજનક આ કિસ્સો અન્ય વાલીઓ માટે સબક સમાન છે કેમકે સ્કુલ જતી બાળકી પર બનેલી આવી ઘટના પછી વાલીઓ સચેત બન્યા છે પરંતુ હાય રે કળયુગ હવે 3 વર્ષની નર્સરીમાં અભ્યાસ કરતી બાળકી પર નરાધમે નજર બગાડી જો કે બાળકી અને અન્ય મહિલાની જાગૃતિથી બાળકી પર દુષ્કર્મનો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો જો કે હવે સમય આવ્યો છે કે દરેક વાલી તેમની માસુમ બાળકીઓની ખબર રાખે કે તેમની બાળકી પર કોઇની ખરાબ નજર તો નથી ને …..જો કે હાલ પોલિસે ફરીયાદના ગણતરીના કલાકોમાં ફૈઝલ સમેજાની ધરપકડ કરી છે અને તેના મેડીકલ સહિત કોર્ટમાં લઇ જવાની તજવીજ હાથ ધરી છે…..જો કે આ ઘટનામા સ્કુલ મેનેજમેન્ટે પણ આકારા પગલા લઇ એકાઉન્ટન્ટને સ્કુલમાંથી હાંકી કાઢ્યો છે પરંતુ આવી ઘટના ન બને તે માટે સ્કુલ મેનેજમેન્ટ પણ પ્રયત્નો કરે કેમકે આવી ઘટના બાળમાનસ પર ગંભીર અસર છોડી જાય છે.