અત્યારે ભાદરવા મહીના દરમ્યાન કચ્છ મા વૈશાખી માહોલ છવાયો છે. ગઈકાલ થી એકાએક વધેલો ઉષ્ણતામાન નો પારો આજે વધુ ઊંચો ચડ્યો હતો. જિલ્લા હવામાન કચેરીના સતાવાર આંકડા પ્રમાણે આજે ભુજ મા તાપમાન ૪૦.૪ નોંધાયું હતું. જોકે, હવામાન ની સૌથી વધુ વિષમતા એ રહી હતી કે, ભાદરવા મહીના દરમ્યાન જાણે વૈશાખી લુ નો અનુભવ લોકોને થયો હતો. અંગ દઝાડતી લૂ ના કારણે આજે પશુ, પંખીઓ સહિત લોકો પણ ત્રાહિમામ થયા હતા. ગરમી બહુ જ છે એવા વ્હોટ્સએપ્પ મેસેજ પણ ફરતા થયા હતા. જોકે, પવન ની ઘટેલી ઝડપ તેમ જ ભેજ મા થયેલા ઘટાડા ના કારણે વધુ ગરમ તાપમાન નો અહેસાસ થયો હતો.