Home Social મોહરમ દરમ્યાન મુસ્લિમ મહિલાઓએ તકરીર સાથે ચીંધી નવી રાહ

મોહરમ દરમ્યાન મુસ્લિમ મહિલાઓએ તકરીર સાથે ચીંધી નવી રાહ

1367
SHARE
ભુજ મા મિન્હાજ ઈન્ટરફૈથ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા મોહરમ ના દિવસોમા ખાસ મહિલાઓ માટે તકરીરનુ આયોજન કરવામા આવે છે મેમુનાબેન આપા દ્વારા થતા તકરીર ના આયોજન મા મોહરમ ના ૧૦ દિવસો દરમ્યાન થતી તકરીર મા બેદીન યઝીદ ના અસત્ય ને સાથ આપવાને બદલે સત્ય માટે હઝરત ઇમામ હુસૈનએ પોતાના સંતાનો અને પરિવારના આપેલા બલિદાન સાથે તેમણે પોતે વ્હોરેલી શહીદી ની ગાથાને સૌ મહિલાઓ ભાવવિભોર બનીને સાંભળે છે. મેમુના આપા તકરીર દરમ્યાન ડાયાલીસીસ ના દર્દીઓ ને મદદરૂપ બનવા ટહેલ નાખે છે. આ વરસે તેમની ટહેલને ઝીલીને મુસ્લિમ મહિલાઓએ ૧૫ હજાર રૂપિયા એકઠા કર્યા. આ તમામ રકમ સતત મોત સામે ઝઝૂમતા ગરીબ દર્દીઓ ના ડાયાલીસીસ માટે ખર્ચાય અને આ દર્દીઓને નવું જીવન મળે, તેમના પરિવાર પણ હૂંફ મળે તેવા ઉમદા માનવતાભર્યા ઉદ્દેશ્ય સાથે આ રકમ યુવા સામાજિક કાર્યકર મિતેશ શાહ ને આપવામા આવી હતી. સાંસદ વિનોદ ચાવડા, નગરસેવક કાસમ કુંભાર, નવીન લાલન, પીઆઇ શ્રી રાણાની સાથે મિન્હાજ ઈન્ટર ફૈથ ફાઉન્ડેશન ના ઇમરાન ચૌહાણ, જમાલ જુણેજા, શબીર સોનારા અને શહેઝાદ ચૌહાણ ના હસ્તે આ ચેક મિતેશ શાહ ને અર્પણ કરવામાં આવ્યો હતો. મિતેશ શાહે આ સંદર્ભે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, જેમની બંને કિડનીઓ ફેલ હોય અને સતત મોત સામે જંગ લડતા હોય તેવા દર્દીઓને એક નવું જીવન મળશે. મેમુના આપા અને તમામ મહિલાઓએ માનવતાના આ કામ દ્વારા બધા જ સમાજોને એક નવો રાહ ચીંધ્યો છે.