અંજારમાં 65 વર્ષીય વૃદ્ધની આજે સવારે ગાયત્રી સર્કલ નજીકના એક નાલા માંથી લાશ મળી આવતા ચકચાર મચી છે સવારના ઘટના પ્રકાશમા આવતા મોટી સંખ્યામા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા રામજી ચાયની હોટેલમાં કામ કરે છે અને તે ગઇકાલ સાંજના મોડે સુધી કામ પર હતો તેથી રાત્રે તેની હત્યા બાદ તેની લાશ નાલા માં ફેંકી દેવાઇ હોવાનુ પ્રાથમીક અનુમાન છે ઘટનાની જાણ થતા અંજાર પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે શરીર પર દેખાયલ ઘા ના નિશાન અને પ્રાથમીક ઘટનાક્રમ જોતાં પોલિસે પણ રામજી પ્રજાપતીની હત્યા થઇ હોવાનુ અનુમાન લગાવ્યું છે અને લાશને અંજાર પી.એમ માટે મોકલી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે જો કે તેની હત્યા કોણે અને ક્યા ઇરાદે કરાઇ તેની કોઇ કડી પોલિસને હાથે લાગી નથી પરંતુ હત્યાનો તાગ મેળવવા પોલિસે તપાસ શરૂ કરી છે.