કચ્છ ભાજપમાં જયારે પંકજ મહેતાનો પક્ષ પ્રમુખ તરીકેનો કાર્યકાળ હતો ત્યારે ચોક્કસ ભાજપ સંગઠન થોડુ મજબુત બન્યુ હતુ પરંતુ તેમની વિદાયના સમય દરમ્યાન અને ત્યાર બાદ કચ્છ ભાજપનુ સુકાન સંગઠનના જુના કાર્યક્રર એવા જનસંઘી કેશુભાઇ પટેલને સોંપાયુ ત્યારથી કોઇને કોઈ વિવાદ અને ભાજપના આંતરીક જુથવાદે તેમને યોગ્ય શાસન કરવાની તક આપી નથી કેટલાક કિસ્સા તો પ્રદેશકક્ષાએ પણ પહોચ્યા છે અને તેને લઇને કચ્છ ભાજપ અને તેના સુકાનીને ઠપકો પણ મળ્યો છે પરંતુ લાંબા સમયથી ચર્ચા એવી છે કે કચ્છ ભાજપના પ્રમુખ લોકસભા 2019 પહેલા બદલી દેવાય પરંતુ ભાજપ પ્રદેશના જ આંતરીક સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ ભાજપ કચ્છ જીલ્લા પ્રમુખ તરીકે કેશુભાઇને 2019ના લોકસભા ઇલેકશન સુધી જાળવી રાખશે તેના માટે ઘણા બધા સમીકરણો અને હાલના સમયમાં પક્ષપ્રમુખનુ સ્થાન લઇ શકે તેવા કોઇ નેતા પણ ભાજપમાં નથી તેથી એટલું ચોક્કસ કહી શકાય કે આ તમામ બાબતો વચ્ચે 2019ની ચુંટણી કચ્છ ભાજપ કેશુભાઇની આગેવાનીમા લડશે।
પાર્ટી ઇમેજ તથા ડેમેજ કન્ટ્રોલ કરવામા કેશુભાઇ કેટલા સફળ?
જો ભાજપનાજ આંતરીક સુત્રોનુ માનીએ તો કચ્છ ભાજપ સંગઠન અને પ્રદેશ ભાજપ સંગઠન કેશુભાઇથી જે તે સમયના નલિયાકાંડ પ્રકરણથી નારાજ છે કેમકે જે રીતે ભાજપની તેમા સંડોવણી ખુલી અને તેની દુરોગામી અસર કેવી રહેશે તે વાત પ્રદેશ સુધી પહોંચાડવામા કેશુભાઇ સફળ રહ્યા નહોતા અને અંતે પ્રદેશ ભાજપને વિવાદને શાંત કરવા સાથે ભાજપની બચેલી છબી સુધારવા માટે કચ્છ સુધી લાંબા થવુ પડ્યુ હતું જો કે ત્યાર બાદ પણ જેન્તીભાઇ અને છબીલ પટેલ જુથ્થ વચ્ચેની આંતરીક જુથ્થબંધી અને તેના પરિણામો વિષે પણ કેશુભાઇ ડેમેજ કન્ટ્રોલ કરી શક્યા ન હતા તેવું પણ ભાજપના આંતરીક સુત્રોમાં ચર્ચાઇ રહ્યુ છે.
વિવાદોથી પર રહી ગુજરાત ભાજપે હાલ સમગ્ર ગુજરાતના સંગઠનને મજબુત કરવા સાથે 2019 લોકસભાની ચુંટણીની તૈયારી શરૂ કરી છે જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમોમા ભાજપ ભલે ભીડ એકઠી કરવામા સફળ રહ્યુ હોય પરંતુ ભાજપની સંગઠન બેઠકોમા ઘણા નેતાની નારાજગી વર્તમાન તાલુકા જીલ્લા પંચાયત,પાલિકામા વરણી બાદનો ખુલ્લો વિરોધ અને છેલ્લે યોજાયેલી કચ્છ ભાજપની કારોબારીમા પણ પ્રદેશ ભાજપે કચ્છ ભાજપના નબળા સંગઠન અંગે ચર્ચા કરવા સાથે ભાજપ પ્રમુખનો ઉધડો લીધો એવી ચર્ચા વચ્ચે ભાજપની બેઠકમા પાયાના પથ્થરોની ગેરહાજરી ઉડીને આંખે વડગી અને તેનુ કારણ ભાજપનાજ સંગઠનના બીજા એક નેતાની જુથ્થબંધી જેવા મુદ્દે પ્રમુખની કાર્યક્રરો પર પકડ ન હોવાના ભાજપના આંતરીક ગણગગણાટ વચ્ચે પણ પ્રદેશ ભાજપ પ્રમુખને જાળવી રાખશે જો કે એ વાત અલગ છે કે પાર્ટીના કેટલાક કાર્યક્રરો કચ્છ ભાજપના સંગઠનને અત્યારે નબળી ગણાવી રહ્યા છે.
કચ્છ ભાજપ પાસે નથી અત્યારે બીજુ કોઇ મજબુત સુકાન
કચ્છ ભાજપનાજ આંતરીક સુત્રોનુ માનીએ તો થોડા સમય પહેલા કચ્છ ભાજપનાજ એક મોટા નેતા અને તેનુ જુથ સક્રિય થયુ હતુ અને કેટલીક પાલિકા,પંચાયત વરણીમાં પ્રમુખની વિરૂધ જઇ પાર્ટીએ તેમને સ્થાન આપ્યુ હતુ અને ત્યારે શક્યતા હતી કે કચ્છ ભાજપનુ સુકાન અન્ય પીઢ અને અનુભવીને ફરી અપાઇ શકે છે પરંતુ છેલ્લા અહેવાલ મુજબ ભાજપ કોઇ રીસ્ક લેવા માંગતુ નથી અને તેથી કેશુભાઇને જાળવી રાખશે જો કે હાલના સંજોગોંમા કચ્છ ભાજપ પાસે એવો કોઇ ચહેરો નથી જે પક્ષ પ્રમુખનુ પદ્દ મેળવી શકે કે જાળવી શકે ચોક્કસ કચ્છ ભાજપના ઘણા પુર્વ અને વર્તમાન ધારાસભ્ય તે પદ્દ જાળવવા સક્ષમ છે પરંતુ પાર્ટી તેમને સ્થાન આપવા તૈયાર નથી અને સંઘ સાથે નજીકતા ધરાવતા અન્ય કોઇ મોટા ચહેરા નથી તો વળી કચ્છની બેઠક ભલે અના્મત હોય પરંતુ તે સિવાયના મતદારો પણ આ બેઠક પર પ્રભાવ પાડનારા છે તેવામાં પાટીદાર સાથે અન્ય જ્ઞાતીને નારાજ કરી શકાય તેમ નથી જો કે ભાજપમાં એક ચર્ચા એવી પણ છે કે વિરોધી જુથ્થ કેશુભાઇની ઇમેજ ખરાબ કરવા માંગે છે પરંતુ તેઓ સંગઠન મજબુત કરવા ભરપુર પ્રયત્નો કરી રહ્યા છે.
કચ્છમા લાંબા સમયથી કોઇ વિવાદ કે પછી આંતરીક જુથ્થવાદ ખુલીને આવે ત્યારે એક ચર્ચા ચોક્કસ થાય છે કે હવે તો કચ્છ ભાજપના પ્રમુખ બદલાશે સંગઠનની ગુપ્ત બેઠકો પછી વહેતી થતી વાતોમાં પણ પ્રમુખ બદલાવાની ચર્ચા હોય છે. પરંતુ હવે એક વાત ચોકક્સ છે કે પ્રદેશ ભાજપ 2019ની મહત્વની ચુંટણીમા કોઇ ફેરફારના મુડમાં નથી અને તેમા કચ્છ ભાજપના પ્રમુખનો સમાવેશ થાય છે તેથી ભાજપનો એક જુથ્થ ભલે દાવા અને ધમપછાડા કરતુ હોય પરંતુ કેશુભાઇના સુકાનમાંજ કચ્છ ભાજપે લોકસભા 2019 લડવાની છે તે નક્કી હોય એવું લાગી રહ્યું છે બાકી તો રાજકારણમાં ગમે ત્યારે સમીકરણો બદલતા હોય છે એ પણ હકીકત છે.