ભચાઉમાં ગઇકાલે જૈન સાધ્વીજી પર હુમલાના સમગ્ર કચ્છ અને છેક મુંબઇ સુધી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ગઇકાલે ઘટના બનતાની સાથે જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ભચાઉ સહિત આસપાસના જૈન પ્રભાવીત વિસ્તારોમાં બંધનુ એલાન આપ્યુ હતુ. જે આજે સફળ રહ્યુ હતુ અને જૈન સમાજ નહી પરંતુ દરેક સમાજે જૈન સાધ્વીજી પર હુમલાની ઘટનાને વખોડી બંધને સમર્થન આપ્યુ હતુ. જેને પગલે સવારથીજ ભચાઉની બજારમાં અસર જોવા મળી હતી અને ભચાઉ સજ્જડ બંધ રહ્યુ હતુ. પોલિસે આ મામલે કાર્યવાહીની ખાતરી સાથે અનેક શંકાસ્પદ લોકોની પુછપરછ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી કોઇ નક્કર કડી મળી નથી. ગઇકાલે જૈન ઉપાશ્રય પરત ફરતા સમયે 3 અજાણ્યા બાઇક ચાલકોએ આ હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો અને સાધ્વજીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો ઘટનાની ગંભીરતાને પગલે ભચાઉ પાલિકાએ હવે ભચાઉની કાયદો વ્યવસ્થાની સ્થિતીને ધ્યાને રાખી સમગ્ર શહેરમાં લાખો રૂપીયાના ખર્ચે સી.સી.ટી.વી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ આજે ભચાઉ સહિત આસપાસના ગામોમાં પણ બંધની અસર જોવા મળી હતી. અને ભચાઉની આસપાસના જૈન વસ્તી પ્રભાવીત વિસ્તારોમાં લોકોએ બંધ પાડ્યુ હતુ. તો બીજી તરફ ભચાઉમાં વેપારીઓએ બંધ સાથે યોગ્ય તપાસની માંગ સાથે રેલી યોજી આવેદનપત્ર પણ આપ્યુ હતુ.
સમગ્ર કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત માંડવી,મુન્દ્રા,ભુજમાં વિરોધ
જૈન સાધ્વીજી પર હુમલાની ઘટનાને કાલે સમગ્ર કચ્છમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને સમાજના દરેક વર્ગે ઘટનાને વખોડી હતી. ત્યારે આજે માંડવીમા પણ જૈન સમાજે સાધ્વીજી પર હુમલાની ઘટનાને વખોડી તપાસની માંગ કરી હતી. તો બીજી તરફ મુન્દ્રામા પણ આજે સમસ્ત જૈન સમાજની આગેવાનીમાં આવેદનપત્ર આપી આ ઘટનાનો વિરોધ કરાયો તો ભુજમા પણ સાંજે સમાજે બેઠક બોલાવી જૈન સમાજ વિરોધ માટેની રણનીતી ધડશે તો જૈન સમાજ આગામી દિવસોમા પણ જો યોગ્ય તપાસ નહી થાય તો ઠેરઠેર વિરોધ કરી આ ઘટનાને વખોડશે
ભચાઉના જૈન પ્રભાવીત વિસ્તારોમાં ચિલઝડપ જેવી ઘટનામાં હજુ પણ પોલિસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. પરંતુ કચ્છમાં ઠેરઠેર જૈન સાધ્વીજી પર હુમાલાના ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે પોલિસ માટે સાધ્વીજી પર હુમલો કરનાર અજાણ્યા શખ્સો શોધવા પડકાર રહેશે..નહી તો આજે બંધ સાથે જે રીતે વિરોધ કરાયો તેના કરતા પણ ઉગ્ર વિરોધ થાય તો નવાઇ નહી તો મુંબઇના જૈન સમાજે પણ આ ઘટનાને વખોડી છે.