કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાની હમેંશા રાષ્ટ્રીય સમાચારો માં ચમકતા રહેતા હોય છે. પણ, આ વખતે તેઓ કચ્છ સાથે ના તેમના સંબધ ને કારણે સ્થાનિક લોકો માં અને સમાચારો માં ચર્ચા માં છે. મોદી સરકાર મા પ્રભાવશાળી સ્થાન ધરાવતા કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીએ વિવિધ હસ્તકલા માટે વિખ્યાત એવા કચ્છના નખત્રાણા તાલુકાના નિરોણા ગામને સાંસદ તરીકે મોડેલ ગામ બનાવવા દત્તક લીધું છે. તેઓ આગામી ૧૨ મી ઓક્ટોબર શુક્રવારે નિરોણા (કચ્છ) આવી રહ્યા છે, ત્યારે નિરોણા ના ગ્રામજનોએ કચ્છ ના જિલ્લા કલેકટર મારફતે કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીએ એક પત્ર લખ્યો છે.
કરોડો ₹ ના ખાતમુહૂર્ત તો તમે કરશો, પણ સ્મૃતિબેન પહેલું કામ આ કરજો, નહીં તો…
જિલ્લા કલેકટરને નિરોણા ના ગ્રામજનોએ લખેલ પત્ર મા કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાની પાસે કરેલી માંગણી મા કરેલી રજુઆત આ પ્રમાણે છે. આગામી ૧૨ મી ઓક્ટોબર શુક્રવારે સ્મૃતિ ઈરાની દ્વારા દત્તક લેવાયેલા નિરોણા ગામ મા કરોડો ₹ ના વિકાસ કાર્યો થશે તેને ગામલોકોએ આવકાર્ય કામ ગણાવ્યું છે. પણ, તેની સાથે જ નિરોણા ગ્રામજનોને સ્થળાંતર પણ કરવું પડશે તેવી ભીતિ વ્યક્ત કરી છે. કારણ? પીવાના પાણી ની મુશ્કેલી !! નિરોણા મા ૧૦ હજાર ની માનવ વસ્તી અને ૧૦ હજાર જેટલા પશુઓ છે, પણ પીવાના મીઠા પાણી માટે સૌને વલખાં મારવા પડે છે. નિરોણા મા અત્યારે પીવાના પાણી ખારા થઈ ગયા છે, એટલે જો મીઠું પાણી નહીં મળે તો નિરોણા ના ગ્રામજનો ને ફરજિયાત સ્થળાંતર કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાશે. આ અંગે ગામ ના લોકોએ નિરોણા ગ્રામ પંચાયતને તારીખ ૨૬/૧/૧૭, તારીખ ૨૪/૪/૧૮ અને તારીખ ૨૦/૭/૧૮ ના પત્ર લખીને ગામની નજીક થી પસાર થતી નર્મદાની પીવાના પાણી ની પાઇપલાઇન માંથી મીઠું પાણી નિરોણા ગામ ને આપવાની માંગણી કરી છે. હવે નિરોણા ના ગ્રામજનો એ સ્મૃતિ ઈરાની પાસે સાંસદ તેમ જ કેન્દ્રીય મંત્રી તરીકે માંગ કરી છે કે ૧૨ મી ઓક્ટોબરે તેઓ વિકાસકાર્યો ના પ્રારંભ સાથે નર્મદાના પાણી ની લાઇન નું કનેક્શન પણ નિરોણા ગામને આપે. નિરોણા ગામ પાસે થી પસાર થતી નર્મદાની પાઇપ લાઇન દ્વારા નજીકના ત્રણ ગામો હરિપુરા, અમરગઢ અને અમૃતફાર્મ ને પીવાનું મીઠું પાણી અપાય છે, તો હવે નિરોણા ગામને નર્મદાનું પીવાનું પાણી મળવું જોઈએ. મોટી સંખ્યા માં પોતાની માંગણી નો પત્ર આપવા કલેકટર કચેરી માં આવેલા ગ્રામજનો ને આશા છે કે, તેમની પીવાના પાણી સમસ્યા નો ઉકેલવા કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની ચોક્કસ પ્રયત્નો કરશે.