Home Crime ભુજના વધુ એક નામચીન શખ્સ વિરૂધ પાસા તળે કાર્યવાહી વડોદરા જેલ મોકલાયો 

ભુજના વધુ એક નામચીન શખ્સ વિરૂધ પાસા તળે કાર્યવાહી વડોદરા જેલ મોકલાયો 

6180
SHARE
દિવાળી જેવા તહેવારો સમય કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળે નહી તે માટે પશ્ર્ચિમ કચ્છ પોલિસ એક્શનમા છે હજુ થોડા સમય પહેલા જ કોટાય ગામે થયેલી હત્યા અને ગૌ હત્યાના કિસ્સામા સંડોવાયેલા કુખ્યાત શખ્સ મુજાહિદ હિંગોરજાની પાસા તળે ધરપકડ કર્યા બાદ આજે વધુ એક શખ્સની પાસા તળે પશ્ર્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આજે ધરપકડ કરી વડોદરા જેલ હવાલે કર્યો છે આરોપી અનવર ઉર્ફે અનુભા ફકીરમામદ લાખા એક વર્ષે પહેલા સરલી ગામે થયેલી હત્યાના કેસમાં સંડોવાયલો હતો અને હાલમાજ આરોપી જામીન પર મુક્ત થયો હતો પરંતુ કાયદો વ્યવસ્થા સામે આરોપી અનવર બાધા બની શકે તેમ હોઇ તેમના વિરૂધ પાસા તળે કાર્યવાહી માટે દરખાસ્ત કરાઇ હતી જે મંજુર થયે આજે પશ્ર્ચિમ કચ્છ એલ.સી.બી દ્વારા તેની ધરપકડ કરી વડોદરા જેલ હવાલે કરાયો હતો આમ તહેવારો સમયે એક સપ્તાહમા જ બે શખ્સો વિરૂધ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કામગીરી કરી પાસા તળે રાજ્યની વિવિધ જેલમાં મોકલ્યા છે.