એમ.એસ.ભરાડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છની સુચનાથી અને એમ.બી.ઓૈસુરા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ, એચ.એસ.તિવારી પો.સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.,પશ્ચિમ કચ્છના માર્ગદર્શન હેઠળ ભુજ ટાઉનમાં દારુ તેમજ જુગારની બદી રોકવા તેમજ સફળ કેસો શોધી કાઢવા એલ.સી.બી. પશ્વિમ કચ્છ ભુજની એક ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે હરેશ વજેશંકર ત્રીવેદી ઉ.વ.૫૭ રહે.ડાંડાં બઝાર રાજગોર ફળીયુ નુરાની હોટલ પાછળ ભુજ કચ્છ વાળો જાહેરમાં ગેરકાયદેસર પોતાના અંગત ફાયદા સારુ જુદા જુદા વ્યક્તિઓ પાસેથી વરલી મટકાના આંક ફરકના આંકડા લખી રુપીયા લઈ જુગાર રમી રમાડતો હતો ત્યારે વરલી મટકાના સાહિત્ય લખેલી નોટબુક તથા બોલપેન કિ.રૂ.૦૦/૦૦ની તેમજ મોબાઇલ ફોન નંગ- કિ.રુ.૧૦૦૦/- ના તેમજ રોકડ રૂ.૩૨૧૦/- સાથે રેડ દરમ્યાન મળી આવતા આ શખ્સને પકડી ભુજ શહેર એ ડીવીજન પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે આરોપી તેમજ મુદ્દામાલ ભુજ શહેર એ ડીવીજન પો.સ્ટે.ને સોંપી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.