શીસ્ત,અનુશાસન અને કામ પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા એ પોલિસ ફરજની પ્રથમ શરતો છે. પરંતુ કેટલાક અધિકારી મનમોજી નોકરી માટે ચર્ચામા રહેતા હોય છે અને આવાજ અધિકારી તરીકેની છાપ અગાઉ રાપર સામખીયાળી અને વર્તમાન સમયમાં ગાંધીધામ એ ડીવીઝન પોલિસ મથકમા ફરજ બજાવતા PSI જયરાજ ગઢવી ધરાવતા હતા જો કે તેમને મનમોજી રીતે નોકરી કરવાનુ ભારે પડ્યુ છે અને ફરજમાં અનીયમીતતા અને બેદરકારી સહિતના અનેક કારણોસર રેન્જ આઇ.જીએ આજે તેમને સસ્પેન્ડ કર્યા છે અગાઉ જ્યારે તેઓ સામખીયાળી પોલિસ મથકે ફરજ બજાવતા હતા ત્યારે પણ તેઓ ધાંગ્રધા હાઇવે પર હોવા છંતા પેટ્રોલીંગમાં હોવાનુ રેન્જ આઇ.જીની મુલાકાત દરમ્યાન સામે આવ્યુ હતુ ત્યારે ફરી તેમની ફરજ પર બેદરકારીની વાત સામે આવતા અને સામખીયાળી ટોલનાકા પર ગેરવર્તણુકની ફરીયાદ મળતા આજે રેન્જ આઇ.જી ડી.બી.વાઘેલાએ તેમને સસ્પેન્ડ કરતો ઓર્ડર કર્યો હતો જેની બજવણી PSI જયરાજ ગઢવીને સુરત ખાતે કરાઇ હતી હાલ તેઓને સસ્પેન્ડ બાદ ગાંધીધામ હેડકવાર્ટર ખાતે બદલી દેવાયા છે પોતાની ફરજ દરમ્યાન જયરાજ ગઢવી વિવાદની સાથે પબ્લીકમાં લોકચાહનાને કારણે પણ ચર્ચામાં રહ્યા છે તેમની થોડા મહિના પહેલા થયેલી બદલી સમયે લોકોએ તેમને પાછા એજ પોલિસ મથકે ફરજ અપાવવા માટે રજુઆતો પણ કરી હતી પરંતુ વાંરવારની ફરીયાદો અને મન મરજી મુજબની નોકરી કરવાનુ અંતે તેમને ભારે પડ્યુ હતુ અને આજે PSI ને સસ્પેન્ડ કરી ફરી એકવાર રેન્જ આઇ.જીએ કડક અધિકારીની તેમની છાપ પ્રત્સ્થાપીત કરી છે.