પુર્વ કચ્છના આદિપુરના ભરચક કહી શકાય તેવા વિસ્તારમાં બેંક કેસવાન પર ફાયરીંગ સાથે થયેલી લુંટની ઘટના હજુ તાજી છે અને તેનો ભેદ ઉકેલવામા પોલિસને કોઇ મહત્વની સફળતા નથી મળી તે વચ્ચે ફરી એક મોટી લુંટની ઘટનાથી પોલિસ દોડતી થઇ છે અને સાથે પુર્વ કચ્છની કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે મીઠોરહર નજીકના અંબીકા પેટ્રોલપંપના બે કર્મચારી હરિશંકર જયનારાયણ શર્મા અને રજત વાનખેડે બાઇક પર 16 લાખ ભરેલી બેગ સાથે જઇ રહ્યા હતા ત્યારે જ અંજારના જુમ્મા ફાટક નજીક ત્રણ બુકાનીધારી બાઇક સવારોએ તેમને આંતર્યા હતા અને આંખમાં મરચાની ભુકી નાંખ્યા બાદ છરી વડે હુમલો કરી ત્રણ બાઇક સવારો 16 લાખ ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયા હતા ઘટનાની જાણ થતાજ પુર્વ કચ્છ એલ.સી.બી સહિતની મહત્વની બ્રાન્ચ અને અંજાર પોલિસ સહિત પુર્વ કચ્છના ઉચ્ચ પોલિસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા. અને બનાવની તપાસ શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત બનેલા બન્ને પેટ્રોલપંપ કર્મચારીને સારવાર માટે રામબાગ હોસ્પિટલમા ખસેડાયા હતા જ્યા તેની ફરીયાદના આધારે પોલિસે તપાસ શરૂ કરી હતી સાથે મહત્વના સ્થળો પર નાકાબંધી કરી વાહનચેકીંગ સાથે ગુન્હેગારનુ પગેરુ દબાબવવા કવાયત હાથ ધરી છે.
જાણેભેદુનો હાથ હોવાની શક્યતા ફરીયાદી પણ શંકાના દાયરામા?
કર્મચારી પેટ્રોલપંપ પર કેટલા સમયથી કામ કરે છે? નિત્યક્રમ મુજબ તેઓ પૈસા લઇ જતા હતા? આવા અનેક સવાલો આ ઘટના પછી ઉભા થયા છે કેમકે બેગમા મોટી રકમ હોવાનુ કોઇ જાણકાર અથવા રેકી કરી લુંટને અંજામ અપાયો હોય તે દિશામાં અંગુલીનિર્દેશ કરે છે તેથી પોલિસ એ દિશામા તપાસ કરી રહી છે એક શક્યતા એવી પણ છે કે કોઇએ રેકી કરી લુંટની ઘટનાને અંજામ આપ્યો છે તો બીજી તરફ પોલિસ ફરીયાદીની પણ ઉલ્ટ તપાસ કરશે કેમકે અગાઉ અનેક એવી લુંટની ઘટનામા ફરીયાદીની સામેલગીરી પણ સામે આવી છે તેથી ફરીયાદ કરનાર બન્ને કર્મચારી પણ શંકાના દાયરામાં આવ્યા છે.
બે મોટી લુંટની ઘટના પછી પુર્વ કચ્છ પોલિસ સામે સવાલો
આમતો પુર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉભા થયા હોય તે કોઇ નવી વાત નથી કેમકે હત્યા લુંટ અને બળાત્કાર અને મોટી ચોરીઓને અંજામ આપવાની ઘટના થોડા સમયમા પુર્વ કચ્છમાં વધી છે ચોક્કસ પોલિસ તેને ડામવા માટે પ્રયત્નો કર્યા છે પરંતુ કાયદો વ્યવસ્થાની સ્થિતી દિવસે દિવસે ખરાબ થઇ રહી છે કેમકે ભરબપોરે ભરચક વિસ્તારમાંથી 34 લાખની લુંટની ઘટનાનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યા ફરી 16 લાખની લુંટની ઘટના સામે આવી છે ત્યારે પોલિસ માટે લુંટની ઘટનાનો ભેદ ઉકેલવા સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવાનો પડકાર રહેશે કેમકે દારૂ જુગાર જેવી પ્રવૃતિ ડામવુ જ માત્ર પોલિસનુ કામ નથી તે સિવાયના ગુન્હાઓમા પણ પોલિસની પકડ ઓછી થતી હોય તેવુ ચિત્ર હાલની સ્થિતી પરથી ઉપસી રહ્યુ છે.
પુર્વ કચ્છમાં હાલમાંજ જાહેરહિતમા ચાર પી.આઇની આંતરીક બદલી કરાઇ જેમાં અંજાર પોલિસ મથકે હાજર થતા જ નવા પી.આઇ સામે લુંટનો ગુન્હો ઉકેલવાનો પડ઼કાર ઉભો થયો છે. જો કે બે લુંટની ઘટનાએ પુર્વ કચ્છની તમામ મહત્વની બ્રાન્ચને પડકાર ફેંક્યો છે ત્યારે જોવુ રહ્યુ પોલિસ ક્યારે બેખોફ બનેલા લુંટારૂઓનુ પગેરૂ દબાવી શકે છે?