અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કાન,નાક, અને ગળાની ઈ.એન.ટી. ટીમ અને એનેસ્થેટીક સહાયકોએ સાથે મળીને તબીબી જગતમાં અને મેડીકલ સાઈન્સમાં અત્યંત જોખમી, અઘરી અને પડકારરૂપ ગણાતી શસ્ત્રક્રિયા કરી બે બાળકોની શ્વાસનળીમાં અટકી ગયેલા પદાર્થને સફળતાપૂર્વક દુર કરી બંને ભૂલકાઓને જીવનદાન આપ્યું હતું જે ઘટના પણ નોંધનીય છે શ્ર્વાસનળીમા જ્યારે કોઇ પ્રદાર્થ અટકી જાય ત્યારે કેવી સ્થિતી સર્જાય છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે તેમાય જો નાનું બાળક હોય તો તેની શ્વાસનળી અત્યંત નાની હોવાથી તેમાં અટકેલા પદાર્થને કારણે શ્વાસ લેવાનું દુષ્કર થઇ જાય છે પરિણામે ઓકસીજનનું પ્રમાણ ઝડપથી ઘટવા લાગે છે હૃદય પણ બંધ પડી જવાની પણ શક્યતા રહેલી છે તેવા સંજોગોમાં તબીબોએ સમયસુચકતા વાપરી વેન્ટવાળા દૂરબીન બ્રોન્કોસ્કોપથી ઓપરેશન કરી બંને બાળકોને નવજીવન આપ્યુ છે હોસ્પિટલના ઈ.એન.ટી સર્જન ડો. નરેન્દ્ર હિરાણીના જણાવ્યા અનુસાર ભુજ તાલુકાના નડાપાની ૧૪ મહિનાની આયુષી અને ભચાઉના દોઢ વર્ષના અમનની શ્વાસનળીમાં સિંગનાં દાણા જેવો પદાર્થ અટકી ગયો હતો બાળકના માં-બાપે જાગૃતિ દર્શાવી તુરંત જ હોસ્પીટલનો સંપર્ક કર્યો અને તાત્કાલિક શસ્ત્રક્રિયા કરી પદાર્થ દુર કર્યા હતા આ પદાર્થ શ્વાસનળીનાં ઊંડાણ સુધી પહોંચી ગયા હતા શસ્ત્રક્રિયા કરનારી આ ટીમમાં ડો. રશ્મી સોરઠિયા, ડો. ભૂમિ ભાડેસિયા તથા ડો. રામપ્રસાદ, ડો. ઇરમ અને ડો.પૂજા જોડાયા હતા બે બાળકોને નવજીવન આપ્યા બાદ અન્ય માતાપિતા માટે ઉપયોગી માહિતી આપતા ડો. હિરાણીએ જણાવ્યુ હતુ કે ૫ વર્ષથી નાના બાળકને સિંગ ખવડાવવી જોઈએ પણ તેનો ભુક્કો કરીને આપવું હિતાવહ છે જેથી દાણો શ્વાસનળીમાં અટકી ન જાય ગરીબોના કાજુ ગણાતા સિંગમાં વિપુલ માત્રામાં પ્રોટીન અને ફેટ હોવાથી કુપોષિત અને તંદુરસ્ત બંને બાળકો માટે સિંગ સંજીવનીનું કામ કરે છે પરંતુ ક્યારેક તે શ્ર્વાસનળીમાં અટકી જાય ત્યારે જોખમ પણ ઉભુ કરી શકે છે જો કે શ્સત્રક્રિયા બાદ બન્ને બાળકો સ્વસ્થ છે અને તેના પરિવારમા બાળકોને યોગ્ય સારવાર મળ્યાની ખુશીનો માહોલ.