આપણા ગુજરાતીમાં કહેવત છે કે નવરા નખોદ વાળે અને આવાજ બે નવરા યુવાનોએ શોર્ટકટમાં પૈસા કમાવવા માટે ગુન્હાખોરીનો રસ્તો પકડ્યો જો કે નાની મોટી ચોરી પછી પણ યુવાનો સુધર્યા નહી અને આદિપુરના આધેડની મોબાઇલ ફોન માટે હત્યા કરી નાંખી જો કે આધેડની હત્યાના કેસમાં જે બે યુવાનોને પુર્વ કચ્છ એલ.સી.બીએ ઝડપ્યા છે તેઓએ ચોંકાવનારી વિગત એ આપી છે કે આવીજ એક લુંટની ઘટનાને અંજામ આપવા માટે તેઓએ રેકી કરી હતી અને આદિપુરમાં છરીની અણીએ એકલી રહેતી એક વૃધ્ધાને લુંટવાનો પ્લાન બનાવ્યો હતો જો કે તેઓ વધુ કોઇ ઘટનાને અંજામ આપે તે પહેલાજ બે યુવાનોને પોલીસે દબોચી લીધા છે.
16 તારીખે વૃધ્ધ પર હુમલાની સીલસીલાબંધ વિગતો
અગાઉ પણ અનેક નાની મોટી ચોરીઓમાં આવી ગયેલા આ બન્ને યુવાનો બેરોજગાર હતા અને ગુન્હાખોરીની દુનીયામા પૈસા બનાવી મોજમસ્તી કરવામાં માનતા હતા એજ સમય દરમ્યાન બન્ને યુવાનોએ આદિપુરમાં તિરૂપતી નગરમા એકલવાયુ જીવન જીવતી એક મહિલાના ઘરે છરી સાથે લુંટનો પ્લાન બનાવ્યો હતો પરંતુ તે પહેલા આદિપુરના ભીમાભાઇ કાનાભાઇ ગોયલ સાથે તેમનો ભેટો થઇ ગયો અને રાત્રે જ્યારે તેઓ વોકીંગ કરવા નિકળ્યા હતા ત્યારે મોંઘા ફોન લુંટી લેવાના ઇરાદે બન્ને યુવાન અજય ઉર્ફે ટેલકો સુરેશભાઇ ગંગારામ ભીલરાણા તથા રવિ ભરતભાઇ ગઢવીએ તેના પર છરી વડે હુમલો કર્યો અને મોબાઇલ ફોનની લુંટ ચલાવી ફરાર થઇ ગયા પરંતુ અંતે પુર્વ કચ્છ એલ.સી.બીએ બન્ને યુવાનોને ઝડપી પાડ્યા છે.
હવે બે લુંટનો ભેદ ઉકેલવાનો પડકાર
આદિપુર-અંજારમાં થયેલી લુંટની ઘટનાથી પુર્વ કચ્છ પોલિસ તથા તેની મહત્વની બ્રાન્ચો સામે અનેક સવાલો ઉભા થયા છે પુર્વ કચ્છમાં જાણે કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેવુ ચિત્ર છે તેવામા પોલિસ સામે અનેક સવાલો ઉભા થયા છે ત્યારે મર્ડર વીથ લુંટની ઘટનાનો ભેદ ઉકેલવો પોલિસના મોરલ માટે મહત્વનુ સાબિત થશે જો કે આદિપુરમાં બેંકની કેસવાન કાર પર ફાયરીંગ સાથે 34 લાખની લુંટની ઘટના અને પેટ્રોલપંપ કર્મચારી પર હુમલો કરી 16 લાખની લુંટની ગઇકાલે અંજારમાં બનેલી ઘટનાનો ભેદ ઉકેલવો પોલિસ માટે હજુ પણ પડકાર છે ચોક્કસ મહત્વની એજન્સીઓ ગુન્હાનો ભેદ ઉકેલવા નજીક છે અને મજબુત આધાર સાથે ટુંક સમયમાં આ કેસમાં મહત્વની કડી પોલિસના હાથે લાગી શકે છે પરંતુ હજુ સુધી આ કેસ ઉકેલાયા નથી તે વાસ્તિવકતા સાથે પોલિસ માટે તે ઉકેલવો એક પડકાર છે.