છેલ્લા ઘણા સમયથી મુન્દ્રાના જુદા જુદા વિસ્તરોમાં ફરતો માનસિક વિકલાંગ યુવાન હાલ ઠંડી માં ઠૂંઠવાઇ ગયો હતો જેને ગઈકાલે મુન્દ્રાની સેવા ભાવી જન સેવા સંસ્થાએ એ દુખિયારા જીવ ને મોડી સાંજે એસટી બસ માં બેસાડી ભુજ તરફ મોકલ્યો હતો મુન્દ્રા ભુજ બસના કંડકટર લતીફ ભાઈએ માનવતા બતાવી ભુજ એસ ટી ડેપોમાં માનવ જ્યોત સંસ્થા ના વાહનને બોલાવી સુપરત કર્યો હતો ભુજની માનવ જ્યોત સંસ્થા ના પ્રબોધ ભાઈ મૂનવરે જન સેવા ને ખૂબ જ સહકાર આપ્યો હતો અને રાત્રે તેમણે જણાવ્યું હતું કે એ માનસિક વિકલાંગ યુવાનને જમાડ્યો હતો બાદ માં તેના કપડાં બદલાવી આશ્રમ માં મોકલ્યો હતો નોંધપાત્ર બાબત એ છે કે આ યુવાન અન્ય રાજ્યનો છે અને છેલ્લા સાતેક માસ થી ભૂલ થી મુન્દ્રા આવી ગયો હૉવાનું પ્રાથમિક દ્રષ્ટિ એ જણાયું હતું મુન્દ્રા ના એસ ટી સ્ટેન્ડ નજીક આવેલી દાદાવાડીની બાજુમાં એક ઓટલા પર ગઈ કાલે સવારથી અશક્ત હાલત માં સૂતો હતો અને બાદ માં બાજુમાં જ દવા ના વેપારી સમીર ભાઈ મહેતા એ સંસ્થા ની હેલ્પ લાઇન પર ફોન કરતાં તેને મુન્દ્રા ની જનરલ હોસ્પિટલ લઈ જવાયો હતો અને મોડી સાંજે સંસ્થા ની ગાડી માં મુન્દ્રા એસ ટી બસમાં લઈ આવી ભુજ તરફ મોકલાયો હતો આ સેવાકિય કાર્યમાં રાજ સંઘવી અને ભુજની માનવ જ્યોત ના પ્રબોધ ભાઈ મૂનવર સહયોગી બનીને આ યુવાનને તેમના પરિવાર સુધી પહોંચાડવાની જહેમત ઉઠાવી રહ્યા છે.