Home Crime ભચાઉ નજીક લોકરક્ષક પરીક્ષાર્થી-પ્રવાસી કારને નડ્યો અકસ્માત મહિલાનુ મોત પરિક્ષાર્થી ઘવાયા 

ભચાઉ નજીક લોકરક્ષક પરીક્ષાર્થી-પ્રવાસી કારને નડ્યો અકસ્માત મહિલાનુ મોત પરિક્ષાર્થી ઘવાયા 

3442
SHARE
એક તરફ લોકરક્ષકની પરિક્ષા રદ્દ થવાનો મામલો ચર્ચામા છે અને અનેક જગ્યાએથી હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા ન અપાતા નિરાશ સાથે પરત ફરી રહ્યા છે જો કે તે વચ્ચે કચ્છમાં ભચાઉ નજીક આજે પરિક્ષા રદ્દ થતા પ્રવાસી સંઘ સાથે આવેલા પરિક્ષાર્થીને ભચાઉ દુધઇ નજીક અકસ્માત નડ્યો હતો અને કાર પલ્ટી જતા એક મહિલાનુ મોત થયુ હતુ જ્યારે અન્ય પ્રવાસીઓ અને પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. લોકરક્ષક પરિક્ષા રદ્દ થયાનો મામલો આમ પણ ચર્ચામા છે. તેથી પોલિસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાની જાણ થતા હોસ્પિટલ દોડી ગયા હતા. પોલિસ તરફથી મળેલી પ્રાથમીક માહિતી મુજબ અર્ટીકા કારમા સવાર લોકો ભુજથી સૌરાષ્ટ તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમની કાર પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો અને કાર પલ્ટી મારી હતી. જેમા એક 50 વર્ષીય મહિલાનુ મોત થયુ હતુ. જ્યારે 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં લોકરક્ષકની પરિક્ષા આપવા આવેલા વિદ્યાર્થીની-વિદ્યાર્થીઓ પણ હતા. જેમને પ્રાથમીક સારવાર માટે વાગડ વેલ્ફર ખસેડાયા છે જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તને વધુ ગંભીર ઇજા પહોંચતા તેમને રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરાઇ છેજો કે આ ઘટનામાં મીનાબેન વાઘેલાનુ મૃત્યુ થયુ છે. જ્યારે કૃપાલી નેરશભાઇ મકવાણા પુષ્પાબેન દેવજી સોંલકી કંચનબેન મનસુખ સારેસા મીતલબેન દુબરીયા અને ફાલ્ગુનીબેન વાઘેલાને ઇજા પહોંચી છે બનાવ સંદર્ભે ભચાઉ પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.