Home Social મુન્દ્રા ભાજપના બે આગેવાનો વચ્ચે રાજસ્થાનની હોટેલમાં છુટાહાથે મારામારી વાયરલ વિડીયો

મુન્દ્રા ભાજપના બે આગેવાનો વચ્ચે રાજસ્થાનની હોટેલમાં છુટાહાથે મારામારી વાયરલ વિડીયો

10584
SHARE
ગુજરાત ભાજપના સાંસદનો એક વીડીયો હાલ સોશિયલ મીડીયામાં ખુબ ધમાલ મચાવી રહ્યો છે રાજસ્થાન ચુંટણી પ્રચાર દરમ્યાન પપ્પુ શબ્દોનો ઉલ્લેખ કરતા જ એક મહિલા તેને ઘેરી વળે છે અને માફી મંગાવે છે જો કે રાજસ્થાન ચુંટણી પ્રચારમા ભાજપના વધુ એક ભવાડાનો વીડીયો સોશિયલ મીડીયામા વાયરલ થયો છે જેમાં ચુંટણી પ્રચાર બાદ રાત્રે હોટલમાં કચ્છ ભાજપના બે આગેવાનો વચ્ચે છુટાહાથે મારામારી થાય છે આજે કચ્છના વિવિધ સોશિયલ મીડીયા ગ્રુપમા આ વીડીયો વાયરલ થયો હતો ફરતા થયેલા આ વીડિયોમાં કરાયેલા ઉલ્લેખ મુજબ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખ વાલજી ટાપરીયા અને તાલુકા પંચાયત મુન્દ્રાના ઉપપ્રમુખ ખેંગાર ગઢવી વચ્ચે હોટલના રૂમમાં મારામારી થાય છે એક સમયે ઝઘડો એટલો ઉગ્ર થયો હતો કે હોટલના સંચાલકો છોડાવવા માટે દોડી આવ્યા હતા જો કે વિડીયો વાયરલ થયા બાદ વાલજીભાઇનો ફોન બંધ થઇ ગયો છે સોશિયલ મીડીયામાં એવો દાવો કરાયો છે કે દારૂની મહેફીલ માણ્યા બાદ બન્ને વચ્ચે મારામારી થઇ છે વીડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે બન્ને ભાજપના આગેવાનો વચ્ચે મારામારી થાય છે અને તે સમયે મુન્દ્રા ભાજપના એક આગેવાન પણ ત્યા હાજર છે આ વિડીઓથી કચ્છ ભાજપની આબરૂના ધજાગરા થયા છે જોકે હોટલના રૂમમાં થયેલી બબાલ કેમ બહાર આવી? કોણે વીડિઓ બનાવ્યો? એ પણ વિચારવા જેવી બાબત છે.

ચુંટણી પ્રચારના નામે ભાજપના નેતાઓના જલ્સા ?

આમતો કચ્છ ભાજપ માટે વિવાદ હવે કોઇ નવી વાત રહી નથી અનેક કાંડ કોભાડોમા ભાજપના કાર્યક્રરોની સંડોવણીથી પાર્ટીની ઇમેજ ખરડાઇ છે ત્યારે વધુ એક વીડીયોએ ભાજપના સંસ્કારોની પોલ ખોલી છે જો કે ભાજપના નેતાના વાયરલ વીડીયો પછી ગણગણાટ એવો પણ છે કે અનેક કાર્યક્રરો નેતાઓ રાજસ્થાનમાં ચુંટણી પ્રચારના બહાને ત્યા મોજમજા કરી રહ્યા છે આ કિસ્સો માત્ર વીડીયો સ્વરૂપે બહાર આવ્યો પરંતુ ચુંટણી પ્રચારના નામે ત્યા કાર્યક્રરો જલ્સા કરી રહ્યા છે.
ભાજપના બે તાલુકાકક્ષાના મોટા આગેવાનો વચ્ચેના વીડીયોની ચર્ચા કચ્છ ભાજપથી લઇ પ્રદેશ ભાજપ સુધી છે જો કે શિસ્તમાં માનનારી પાર્ટી હવે આ બે તાલુકા કક્ષાના નેતા સામે કોઇ પગલા લે છે કે નહી તે જોવુ રહેશે.

વાયરલ થયેલો વિડિઓ જોવા આપેલી લિંક પર ક્લિક કરો