Home Crime ભચાઉ પોલિસ જાપ્તામાંથી ચોરીનો કુખ્યાત આરોપી શબ્બીર ફરાર : પોલિસમાં દોડધાામ

ભચાઉ પોલિસ જાપ્તામાંથી ચોરીનો કુખ્યાત આરોપી શબ્બીર ફરાર : પોલિસમાં દોડધાામ

1413
SHARE
હજુ થોડ સમય પહેલાજ પુર્વ કચ્છ એલ.સી.બીના હાથે ચોરીમા ઝડપાયેલ આરોપી ભચાઉ સબ જેલમાંથી ફરાર થઇ ગયો હતો અને તે હજુ પણ પોલિસને હાથ લાગ્યો નથી ત્યાં ફરી ભચાઉ નજીકથી એક કુખ્યાત આરોપી પોલિસને ચકમો આપી નાસી જવામા સફળ રહ્યો છે ભચાઉ વિસ્તારનો કુખ્યાત શખ્સ શબ્બીર ઉર્ફે શબલો ભટ્ટી ચોરી સહિતના ગુન્હાઓમા હાલ ગળપાદર જેલની હવા ખાઇ રહ્યો છે. આજે તેને કોર્ટ મુદ્દત માટે પોલિસ જાપ્તા હેઠળ ભચાઉ લવાયો હતો. અને કોર્ટ મુદ્દેત બાદ પરત ગળપાદર જેલ લઇ જવાઇ રહ્યો હતો પંરતુ મોકાનો લાભ લઇ તે વાહનમાંથી કુદી નાસી જવામાં સફળ રહ્યો હતો. શબ્બીર ગુન્હાહીત ઇતિહાસ ધરાવે છે અને મોટી અનેક ચોરીઓમા તેની સંડોવણી ખુલી છે ભચાઉમાંજ રહેતો આ શખ્સ ચોરીની મુદ્દેતે આવ્યા બાદ ભચાઉ બસ સ્ટેશન નજીક મોકાનો ફાયદો લઇ બસમાંથી કુદી પડ્યો હતો જાપ્તા બંદોબસ્તના કર્મચારીઓ તેને પકડવા પીછો પણ કર્યો હતો પરંતુ તે હાથ લાગ્યો ન હતો. આ સંદર્ભે ભચાઉ પોલિસ મથકે પણ જાણ કરાતાં પોલિસે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પુર્વ કચ્છમા આ તે કેવી કાયદો વ્યવસ્થાની સ્થિતી

પુર્વ કચ્છમાં થોડા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉભી કરતી અનેક ઘટનાઓ બની છે જેમા આ વધુ એક ઘટના ઉમેરાઇ છે ભચાઉમાં જૈન સાધ્વીજી પર થયેલો હુમલો હોય કે પછી આદિપુર-અંજારમા દિનદહાડે થયેલી લુંટ પોલિસ હજુ આવા અનેક મોટા ગુન્હાઓમાં આરોપી સુધી પહોંચી શકી નથી તેવામાં છેલ્લા બે માસમાં આ બીજી ઘટના છે કેદી ફરાર થઇ જવાની પહેલા એલ.સી.બી.એ પુર્વ કચ્છમાંથી ઝડપેલ ચોરીના કેસનો કુખ્યાત આરોપી ભચાઉ સબજેલમાંથી ફરાર થઇ ગયો અને હવે શબ્બીર પોલિસ જાપ્તમાંથી મોકો જોઇ ફરાર થઇ ગયો જો કે અનડીકેટ ગુન્હાઓનુ લિસ્ટ લાંબુ છે પરંતુ પોલિસના કોઇપણ ડર વગર ગુન્હેગારોની વધેલી હિંમત ચોક્કસ પોલિસ માટે મનોમંથન માંગી લે તેમ છે ત્યારે હવે પુર્વ કચ્છ પોલિસ માટે શબ્બીરને પકડવાનો પડકાર ઉભો થયો છે.
કચ્છમાં પોલિસ જાપ્તામાંથી આરોપી ફરાર થયો હોય તે કોઇ નવી વાત નથી પરંતુ પુર્વ કચ્છ પોલિસ માટે જાણે કાયદો જાળવવાનો પડકાર ઉભો થયો હોય તેમ ઉપરાઉપરી એવી ઘટનાઓ બની રહી છે જે જાણે પોલિસની ધાક ઘટી હોવાનો અહેસાસ કરાવતી હોય ત્યારે જોવુ રહ્યુ કે અન્ય ગુન્હાના ભેદ ઉકેલવા સાથે ચોરીનો કુખ્યાત આરોપી શબ્બીર પોલિસના હાથે ક્યારે આવે છે.