Home Crime ભુજમાં નજીવી બાબતે થયેલા હુમલામાં યુવાનને ઇજા : યુવા માનસ સામે સવાલ?

ભુજમાં નજીવી બાબતે થયેલા હુમલામાં યુવાનને ઇજા : યુવા માનસ સામે સવાલ?

2011
SHARE
યુવા વર્ગમાં સહનશીલતાની કમી કહો કે યુવાનીનો જોશ કહો નજીવી બાબતમાં ઉશ્કેરાટ સાથે ઝઘડી પડવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે ભુજની દાંડા બજાર ચાર રસ્તા પાસે પસાર થઈ રહેલા એક યુવકે અન્ય યુવકને આંખો કેમ કાઢે છે કહીને માથામાં હાથમાં પહેરવાના લોખંડના પંચ વડે ઇજા પહોંચાડતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
ભુજ એ.ડિવિઝન પોલીસ મથકે કંસારા બજારમાં રહેતા 20 વર્ષીય યુવાન વિનયગર ઉમેદગર ગોસ્વામીએ કોડકી રોડ પર રહેતા યુવાન ફૈઝ મલિક સામે માથામાં પંચ મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે કલમ 324 અને મેજિસ્ટ્રેટના જાહેરનામાં ના ભંગ સહિતની કલમ હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. નજીવી બાબતે થયેલો આ ઝગડો યુવા વર્ગની માનસિકતા છતી કરે છે જોકે હુમલો કરનાર યુવાન પોલીસ પુત્ર હોવાની ચર્ચા છે ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે પિતાના પાવર નું જોર કે સહનશીલતાનો અભાવ? જોકે પોલીસ ફરિયાદમાં પિતાનું નામ નથી લખાયું પણ આ કિસ્સો આજના યુવાઓ અને વાલીઓ માટે લાલબત્તી સમાન છે.