Home Crime કંડલાના કાંઠે આવ્યુ શંકાસ્પદ જહાજ : નાર્કોટીક્સ સહિત અનેક એજન્સીઓ તપાસમાં જોડાઇ

કંડલાના કાંઠે આવ્યુ શંકાસ્પદ જહાજ : નાર્કોટીક્સ સહિત અનેક એજન્સીઓ તપાસમાં જોડાઇ

1633
SHARE
દાણચોરી,કેફી દ્રવ્યોની હેરાફેરી અને આંતકી પ્રવૃતિને અંજામ આવી અનેક પ્રવૃતિ માટે ગુજરાતનો દરિયાકાંઠો પંકાયેલો છે અને તેથીજ અનેક એવી ઘટનાઓમા ગુજરાત અને ખાસ કરીને કચ્છના દરિયાકાંઠાનો આવી પ્રવૃતિ સમયે ઉલ્લેખ થાય છે ત્યારે એક શંકાસ્પદ જહાજના ઇનપુટથી એજન્સીઓ દોડતી થઇ છે જોકે ભારે ગુપ્ત રીતે આ જહાજની તપાસ ચાલી રહી છે પરંતુ સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ અનેક એજન્સીઓ આ જહાજની તપાસમા જોડાઇ છે મળેલી માહિતી મુજબ કચ્છના દરિયામાંથી આ જહાજ કોસ્ટગાર્ડે ઝડપ્યુ હતુ જેનુ નામ નેગર છે એજન્સીઓને આ જહાજમાં કેટલીક શંકાસ્પદ વસ્તુ અથવા શંકાસ્પદ વ્યક્તિઓ હોવાના ઇનપુટ હતા અને તે આધારે કોસ્ટગાર્ડે તેને ઝડપ્યા બાદ તેને કંડલાના દરિયાકાંઠે લવાયુ હતુ જ્યાં ગઇકાલ રાતથી વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે અને જે તપાસ હજુ પણ ચાલુ છે જો સુત્રોનુ માનીએ તો આ જહાજમાં કેફી દ્રવ્ય હોવાની પણ શક્યતા છે અને કદાચ તેથીજ રાજ્યની નાર્કોટીસ્ટ બ્યુરો ઓફ ઇન્ટેલીજન્ટ એજન્સી ઉપરાંત ડી.આર.આઇ અને પુર્વ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ તપાસમાં જોડાઇ છે સંભવત આજ સાંજ સુધી આ જહાજમા તપાસ પુર્ણ થાય તેમ છે અને ત્યાર બાદ પ્રાથમીક રીતે આ જહાજમાં શુ શંકાસ્પદ હતુ? શેના આધારે તેની તપાસ થઇ? અને શુ નિકળ્યુ? તે સદંર્ભે સત્તાવાર વિગતો સામે આવે તેમ છે જો કે આધારભુત સુત્રોએ અનેક પ્રકારની માહિતી આ મામલે આપી છે પરંતુ તપાસના હિતને ધ્યાને લઇ અત્રે ઉલ્લેખ કર્યો નથી સત્તાવાર વિગતો સાથે મોડી રાત્રે આ અંગે એજન્સીઓ વિગત જાહેર કરશે.