એક તરફ પુર્વ કચ્છમાં રોજ ચોરી લુંટ જેવી ઘટનાઓ પ્રકાશમા આવી રહી છે અને આરોપીઓ પોલિસને હાથતાળી આપી ફરાર થઇ રહ્યા છે તે વચ્ચે રાપર પોલિસના હાથે એક કુખ્યાત ઘરફોડ ચોર 4 વર્ષે હાથ લાગ્યો છે રાપરના ત્રંબૌ ગામનો વતની જેમલ અરજણ કોલી છેલ્લા ચાર વર્ષની ચોરીના ગુન્હામાં ફરાર હતો આ શખ્સની ધાડધ્રો ગામેથી પોલીસે ધરપકડ કરી છે જેમલ કોલી વાગડનો કુખ્યાત ઘરફોડ ચોર છે અને રાપર.આડેસર અને ભચાઉમાં તેના વિરૂધ્ધ 11 થી વધુ ચોરીના ગુન્હા નોંધાયેલા છે જો કે તે છેલ્લા 4 વર્ષથી પોલીસથી નાસતો ફરતો હતો પરંતુ રાપરના પોલિસ ઇન્સપેક્ટર આર.એલ.રાઠોડને બાતમી મળી હતી કે તે ધાડધ્રો ગામે છે જેથી પોલિસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલિસને આશા છે કે જેમલની પુછપરછમાં વધુ કેટલીક ચોરીના ભેદ ઉકેલાઇ શકે તેમ છે જેમલ વિરૂધ રાપરમાં 8 ભચાઉમાં 2 અને આડેસર પોલિસ મથકે 1 ચોરીના ગુન્હા નોંધાયેલા છે.