ભુજના મુસ્લિમ અગ્રણી અને પુર્વ કોગ્રેસી આગેવાન આમદ ભટ્ટીના બંગલા પર અજાણ્યા શખ્સોએ મધરાતે કરેલા ફાયરીંગની ઘટનાથી ચકચાર ફેલાઇ છે જો કે ફાયરીંગ થઇ હોય તેવા કોઇ સોંયોગીક પુરાવા પોલિસને પ્રાથમીક તપાસમા ફરીયાદીના ઘર પરથી મળી આવ્યા નથી. રવિવારે રાત્રે 12.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનુ સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાજ નાયબ પોલિસ અધિક્ષક સહિતનો પોલિસ કાફલો બનાવ સ્થળે ધસી ગયો હતો અને ઘટનાની વિગતો મેળવી હતી. જો કે પ્રાથમીક તપાસ બાદ આમદ ભટ્ટીના પુત્ર અને નગરપાલિકાના પુર્વ કાઉન્સીલર એવા હમીદ ભટ્ટીએ ભુજ એ ડીવીઝન પોલિસ મથકે તેમના ઘર પર અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યાની ફરીયાદ નોંધાવી છે જે આધારે પોલિસે તપાસ શરૂ કરી છે જો કે પ્રાથમીક સ્થળ તપાસમા પોલિસને કોઇ એવો ચોક્કસ સુરાગ મળ્યો નથી પરંતુ ગેટ પર ફાયરીંગ થયુ હોય તે પ્રકારનુ એક નિશાન મળ્યુ છે જેની તપાસ એફ.એસ.એલની મદદથી પોલિસ કરશે આમદ ભટ્ટી ગુજરાત બહાર ગયા હોઇ અને તેનો પુત્ર ઘરે હતો ત્યારેજ આ ઘટના બની હતી પોલિસ સાથે સમાજના અન્ય મુસ્લિમ આગેવાનો પણ મોડી રાત્રે તેમના નિવાસ સ્થાને એકઠા થયા હતા.
હમીદ ભટ્ટીનો ખુલ્લો આક્ષેપ તેની જાનને ખતરો છે તેની હત્યા થઇ શકે છે
બનાવ સ્થળે મોડેથી મળેલા સત્તાવાર અહેવાલ મુજબ પોલિસ તપાસ દરમ્યાન ફરીયાદ નોંધાવા સાથે હમીદ ભટ્ટીએ ચોક્કસ વ્યક્તિઓના નામ પોલિસને આપ્યા છે અને ખુલ્લો આક્ષેપ ચોક્કસ વ્યક્તિ પર કર્યો છે હમીદ ભટ્ટીએ જણાવ્યુ હતુ કે તેને લાંબા સમયથી કેટલાક ચોક્કસ વ્યક્તિ મારવાની ફીરાકમા છે અને તેની પાસે નંબર અને નામ છે જે નામો તે પોલિસને આપશે તો આ અંગે તે વડાપ્રધાન સહિત ગુજરાતના ગૃહમંત્રીને પણ પત્ર વ્યવહાર કરવાના હતા પરંતુ તે પહેલાજ આ ઘટના બની છે ત્યારે ન્યાયીક તપાસની માંગ સાથે તેણે ફાયરીંગની ઘટનાને અંજામ આપનાર લોકો ઝડપથી પકડાય તેવી માંગ કરી છે.
ઘટનાની જાણ થતા પોલિસનો મોટો કાફલો અનુભવી અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો જો કે ફાયરીંગના સાયોગીંક પુરાવા પ્રાથમીક તપાસમાં મોડી રાત્રે પોલિસને મળ્યા ન હતા જો કે હમીદ ભટ્ટીની ફરીયાદના આધારે પોલિસ ફરીયાદ નોંધી તેની ઉંડાણ પુર્વક તપાસ કરશે જો કે રાજકીય અને સામાજીક અગ્રણીના ઘર પર ફાયરીંગની વહેતી થયેલી વાતોના પગલે અનેક લોકો દોડતા થયા હતા. જો કે હવે જોવુ એ અગત્યનુ રહેશે કે ગેટ પર મળેલ નિશાન ફાયરીંગનો છે.? જો છે તો ફાયરીંગ કરનાર એ અજાણ્યા શખ્સો કોણ છે? અને ક્યા ઉદ્દેશ સાથે મુસ્લિમ આગેવાનના ઘરને નિશાન બનાવ્યુ? પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.