Home Crime ભુજના મુસ્લિમ આગેવાનના ઘર પર ફાયરીંગ કરનાર કલાકોમાં દબોચાયા : રીમાન્ડમા ખુલશે...

ભુજના મુસ્લિમ આગેવાનના ઘર પર ફાયરીંગ કરનાર કલાકોમાં દબોચાયા : રીમાન્ડમા ખુલશે અનેક રાઝ 

4937
SHARE
કચ્છ કોગ્રેસના અને મુસ્લિમ સમાજના આગેવાન આમદ ભટ્ટીના ઘર પર ફાયરીંગ કરનાર શંકાસ્પદો અંતે ગણતરીની કલાકોમાં પોલિસની ગીરફ્તમાં આવી ગયા છે ગઇકાલે મોડી રાત્રે જ્યારે આમદ ભટ્ટીનો પુત્ર હમીદ ભટ્ટી ઘર પાસે તાપણુ કર્યા બાદ સુવાની તૈયારી કરતો હતો ત્યારે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને ઘરના ગેટ પર ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા તંગદીલી ભર્યા માહોલ વચ્ચે પોલિસના ઉચ્ચ બાહોસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયા હતા. અને ઘટનાની ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી હતી જેમા ફરીયાદી હમીદ ભટ્ટીએ ભુજના ચાર શંકાસ્પદ શખ્સોની ફાયરીંગ કરવામાં શક્યતા હોવાની દ્દઢ શંકા વ્યક્ત કરી હતી. જેને પોલિસે મોડી રાત્રેજ રાઉન્ડ અપ કરી લીધા હતા અને આજે સાંજે જરૂરી પુરાવા મેળવી ભુજ એ ડીવીઝન પોલિસે તેની વિધીવત ધરપકડ કરી છે.

આરોપી એન્ડ ટોળકીનો ગુન્હાહીત ઇતિહાસ

ફાયરીંગમાં જે વ્યક્તિઓની સંડોવણીની શક્યતા હમીદ ભટ્ટીએ વ્યક્ત કરી હતી તેના ગુન્હાહીત ઇતિહાસથી પણ ફરીયાદ સાથે પોલિસને હમીદ ભટ્ટીએ વાકેફ કર્યા હતા અને હિંગોરજા પરિવારના કેટલા સભ્યો હત્યા,ગૌ હત્યા જેવા કિસ્સાઓમાં સામેલ છે તેની વિગતો પણ પોલિસને આપી હતી ત્યારે આજે ચાર વ્યક્તિઓની પોલિસે ધરપકડ કરી છે જેમાં ઇમરાન ઉર્ફે પપ્પુડો મોહમંદ હુસૈન સુમરા,અયુબ જુમ્મા હિંગોરજા,યુનુશ ઉર્ફે જુણસ જુમ્મા હિંગોરજા અને ઇસ્માઇલ ઉર્ફે ગંગુ જુમ્મા હિંગોરજાની પોલિસે વિધીવત ધરપકડ કરી છે જે પૈકી બે યુવાન હત્યા જેવા કેસમાં પણ અગાઉ સામેલ હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે જેનો ગુન્હાહિત ઇતિહાસ ફંફોસવા પણ પોલિસે કવાયત શરૂ કરી છે.

ચાર ઝડપાયા પરંતુ હિંગોરજા એન્ડ ટોળકી પાસે ઘાતક હથિયારો ક્યાથી આવ્યા? 

પુર્વ કચ્છમા જે રીતે એક સમયે ઘાતક હથિયારો સાથે ફરવાનો એક ક્રેઝ હતો તે ગન કલ્ચર હવે જાણે પશ્ર્ચિમ કચ્છમા પણ શરૂ થયુ હોય તેમ અનેક કિસ્સાઓ ઘાતક હથિયાર સાથે હુમલાના સામે આવ્યા છે જો કે ગઇકાલે ફાયરીંગ બાદ ફરીયાદ નોંધાવા સાથે પોતાના જીવનુ જોખમ હોવાની ફરીયાદ કરનાર હમીદ ભટ્ટીએ પોલિસને આ ચાર યુવાન સિવાય તેમના સાગરીતો પાસે ઘાતક હથિયાર હોવાના ચિત્ર રૂપી પુરાવા આપ્યા હતા ત્યારે પોલિસ રીમાન્ડ મેળવી એ પણ તપાસ કરે તો નવાઇ નહી કે બંદુક જેવા ઘાતક હથિયારો તેમની પાસે ક્યાથી આવ્યા અને તેમના અન્ય ક્યા સાગરીતો પાસે આવા ઘાતક હથિયારો છે.
મુસ્લિમ સમાજના જ ચોક્કસ જુથ્થ સાથે અગાઉ ભટ્ટી પરિવારની લડાઇ જુની છે. જો કે લાંબા સમયથી શાંત ભટ્ટી પરિવારની અંગત અદાવત વધુ એક જુથ્થ સાથે શરૂ થઇ છે. જેમા રાજકીય પાર્ટીના નિર્માણ સાથે અનેક બાબતો કારણભુત છે. જો કે ગઇકાલે ફાયરીંગ બાદ પોલિસે કરેલી કાર્યવાહી સરાહનીય છે. કેમકે પોલિસની થોડી કચાસ ગંભીર ઘટનાના નિર્માણનો પાયો રચત પરંતુ ગણતરીની કલાકોમાં કાયદો વ્યવસ્થા જાળવવા સાથે પોલિસે 4 આરોપીને દબોચી લીધા છે.