હજુ થોડા સમય પહેલા મોરબી નજીકથી કચ્છ આવતો લાખો રૂપીયાનો દારૂનો જથ્થો ઝડપાયો હતો પરંતુ પોલિસના ચુસ્ત દારૂબંધીના અમલના દાવા વચ્ચે જાણે બુટલેગરો પણ લડી લેવાના મુડમા હોય તેમ દારૂનો જથ્થો 31 ડિસેમ્બરની ઉજવણી માટે મંગાવી રહ્યા છે જો કે પોલિસની બાઝ નઝરે બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દીઘુ છે આજે ભુજના સુખપર અને મુન્દ્રામાં પોલિસે પાડેલા દરોડામા લાખો રૂપીયાનો દારૂનો જથ્થો ઝડપાયો છે. જેમા એક સ્થાનીક પોલિસે જ્યારે બીજો દરોડો ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાડ્યો છે ભુજ એલ.સી.બી ટીમ આજે ભુજના શીવપારસ રીધ્ધી-સીધ્ધી નગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે હરપાસિંહ વિક્રમસિંહ જાડેજાની કારની ઝડતી કરી હતી જે દરમ્યાન તેની કારમાંથી સીટી ચોઇસ પ્રીમીયમ વ્હીસ્કીની 108 બોટલ કિંમત રૂપીયા 37,800 તથા કાર ( કિંમત ત્રણ લાખ રૂપીયા) સાથે કબ્જે કરી હતી અને વધુ તપાસ માટે માનકુવા પોલિસને હવાલે કર્યા છે. તો બીજી તરફ મુન્દ્રામાં આજે પોલિસે વિરાણીયા ગામે દરોડો પાડ્યો હતો જેમાં પોતાના સાળાના વાડા પર દારૂનો જથ્થો ઉતારનાર મહિપતસિંહ સુરભા ઝાલા દારૂના જથ્થા સાથે ઝડપાઇ ગયો હતો મહિપતસિંહે પોતાના સાળા હેતુભા જાડેજાના વાડા પર આ જથ્થો ઉતાર્યો હતો મુન્દ્રા પોલિસે 28,400ના દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી છે તો દરોડા દરમ્યાન કાળુભા નારસંગજી ચૌહાણનુ નામ સામે આવ્યુ છે જેને શોધવા માટે પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે.