Home Current ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનુ કચ્છ બન્યુ સાક્ષી – મેટ્રો ટ્રેનના કોચ મુન્દ્રા બંદરે...

ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનુ કચ્છ બન્યુ સાક્ષી – મેટ્રો ટ્રેનના કોચ મુન્દ્રા બંદરે પહોંચ્યા

2459
SHARE
કરોડો રૂપીયાના ખર્ચે નિર્મીત ગુજરાત મેટ્રો રેલ્વે પ્રોજેક્ટ અમદાવાદનુ કાર્ય આમતો લાંબા સમયથી ચાલે છે. અનેક વિવાદો અને કાયદાકીય ગુંચો પછી અમદાવાદ મેટ્રો ટ્રેનનુ મહત્વનુ કામ પુર્ણ થવા પર છે. સરકારે દાવો કર્યો છે. કે 2019માં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનુ ફસ્ટ ફેસના કામનુ ટ્રાયલ કરાશે ત્યારે આજે અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ટ્રાયલ કોચ કચ્છ પહોચ્યા હતા. દક્ષિણ કોરીયાથી 7 ડિસેમ્બરે જહાજમાં મેટ્રો ટ્રેનના ૪ કોચ લોડ કરાયા હતા જે આજે ૨૨ દિવસ બાદ ૨૯ ડિસેમ્બરે કચ્છના મુન્દ્રા અદાણી બંદરે આવી પહોચ્યા હતા. અહીંથી આ કોચ રોડ માર્ગે અમદાવાદ પહોંચશે.

ગુજરાતમાં સૌ પ્રથમ વખત અમદાવાદમાં દોડનારી પ્રથમ મેટ્રો ટ્રેનની આ છે ખાસિયત..

હવે ટુંક સમયમાં જ અમદાવાદ માં મેટ્રો ટ્રેન ની સફરની મોજ માણવાનું અમદાવાદીઓ સહિતના ગુજ્જુઓનું સ્વપ્ન સાકાર થશે. અમદાવાદ માં દોડનારી ગુજરાતની સૌ પ્રથમ મેટ્રો ટ્રેનની ખાસિયત વિશે વાત કરીએ તો, મુંબઈ અને દિલ્હીની મેટ્રો ટ્રેનની જેમ આ ટ્રેન પણ ત્રણ ડબ્બાની રહેશે, પણ મેટ્રો ટ્રેન ના ડબ્બા મોટા અને પહોળા હોઈ તેના ત્રણ કોચમાં એક સાથે ૯૦૦ પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. દક્ષિણ કોરિયામાં બનેલા મેટ્રો ટ્રેન ના એક કોચની કિંમત ૧૦.૫ કરોડ ₹ છે. અત્યારે અમદાવાદ માં મેટ્રો ટ્રેનની અઢી મહિના સુધી ટ્રાયલ કરાશે, પણ,૧૫ મી જાન્યુઆરીએ વાયબ્રન્ટ સમીટ પૂર્વે મેટ્રો ટ્રેન ટ્રાયલ સ્વરૂપે અમદાવાદમાં દોડતી થઈ જશે. આ ટ્રાયલ ટ્રેન નો રૂટ 1st ફેસ માં જ્યાં કામ પૂરું થયું છે, તે ઇસ્ટ અમદાવાદના વિસ્તાર ઘીકાંટા અને જૂની હાઇકોર્ટ નો રહેશે. લગભગ સાડા ત્રણ વર્ષ ચાલેલા કામ બાદ 1 st ફેસમાં અમદાવાદ માં મેટ્રો ટ્રેન દોડાવવાનું સ્વપ્ન સાકાર થશે. જોકે, મેટ્રો ના 2 nd ફેસ નું કામ પણ પુરઝડપે થઈ રહ્યું છે. મેટ્રો ટ્રેન ની સુવિધા સાથે હવે અમદાવાદ દેશના ટોચના મોટા શહેરોની હરોળમાં આવી ગયું છે.