Home Crime રાજ્યમાં 74 પી.આઇની બદલી ભુજ એડીવીઝન,બી-ડીવીઝનના પી.આઈ બદલાયા 

રાજ્યમાં 74 પી.આઇની બદલી ભુજ એડીવીઝન,બી-ડીવીઝનના પી.આઈ બદલાયા 

2846
SHARE
રાજ્ય પોલિસ વિભાગ દ્વારા આજે રાજ્યમા પોલિસ ઇન્સપેક્ટર કક્ષાના 74 અધિકારીઓની બદલીના હુકમો કરાયા હતા આમતો લાંબા સમયથી માંગણીઓ અને આવનાર 2019ની ચુંટણી પહેલા આ બદલીઓ અંગે લાંબા સમયથી અટકળો હતી તેવામાં આજે રાજ્યના 74 અધિકારીઓની બદલી કરવામા આવી હતી જેમાં ભુજ એ ડીવીઝનમાં ફરજ બજાવતા પોલિસ ઇન્સપેક્ટર જે.એમ.આલની પણ બદલી કરાઈ છે નલિયાકાંડની તપાસ સહિત મહત્વની બ્રાન્ચ અને પોલિસ મથકો સહિત કચ્છમાં લાંબો સમય ફરજ બજાવનાર ઇન્સપેક્ટરની મોરબી બદલી કરાઇ છે. તો તાજેતરમાંજ માત્ર બી-ડીવીઝન પોલિસ મથકના ઇન્સપેક્ટરની આંતરીક બદલીમાં ફરી બી-ડીવીઝન પોલિસ મથકે મુકાયેલા વી.બી.કોઠીયાની ભરૂચ બદલી કરાઈ છે. જો કે એ સિવાય કચ્છમાં કોઇ પોલિસ ઇન્સપેક્ટરની બદલીના હુકમો થયા નથી. પરંતુ ગાંધીનગર ફરજ બજાવતા આર.જી. રાણાને પ.કચ્છમાં મુકાયા છે જેનું પોસ્ટીંગ હવે થશે જોકે રાજ્યની મહત્વની બ્રાન્ચોમા પણ આ બદલીની અસર જોવા મળી હતી અગાઉ કચ્છમા ફરજ બજાવી ગયેલા વી.આર.મલ્હોત્રાને ફરી એ.ટી.એસમાં પોસ્ટીંગ અપાયુ છે તો અન્ય ઇન્ટેલીજન્સ અને મહત્વના પોલિસ મથકોમાં ફરજ પરના અધિકારીને બદલાયા છે પશ્ર્ચિમ કચ્છ પોલિસ માટે મહત્વના ગણાતા એવા એ ડીવીઝન,બી ડીવીઝન પોલિસ મથકે લાંબા સમયથી અસરદાર કહી શકાય તેવા અધિકારી મુકાયા ન હતા. જો કે તાજેતરમાંજ પોલિસ વિભાગ માટે અનુભવી કહી શકાય તેવા અધિકારીઓની નિમણુક થઇ હતી. જો કે લાંબો સમય સુધી એક જગ્યાએ ફરજ બજાવતા અને બદલીઓની માંગણી કરનાર અધિકારીઓની આશા આજે પુર્ણ થઇ હતી.