ભાજપના આંતરીક જુથ્થવાદની ચર્ચા વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને પ્રજા સુરક્ષીત છે તેવા અનેક દાવાઓને પોકળ સાબિત કરતા જેન્તીભાઇની હત્યાના કિસ્સામાં બીજા દિવસે પણ પોલિસને તપાસની દિશા માટે કોઇ નક્કર કડી મળી નથી આજે જેન્તીભાઇની હત્યા માટે રચાયેલી સીટના વડાએ તમામ તપાસ ટીમના મુખ્ય સભ્યો સાથે બેઠક કરી હતી. તો સી.આઇ.ડી ક્રાઇમની બે ટુકડી સહિત અન્ય બ્રાન્ચના સભ્યોએ કચ્છમા ગુપ્ત તપાસ માટે ઘટના સ્થળના રૂટ પર તપાસ કરી હતી જેમા સામખીયાળી,માળીયા,ગાંધીધામ અને ભુજ સહિતના રેલ્વે મથકોએ ટીમે તપાસ સાથે સર્ચ અભીયાન હાથ ધર્યુ હતુ જો કે તેમાં એજન્સી અને તપાસ ટીમને કોઇ મહત્વની કડી હાથ લાગી ન હતી.
નલિયાના વેપારીએ બંધ પાડ્યો ભુજ રેલ્વે મથકે કર્મચારીનો હોબાળો
અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય અને કચ્છના પુર્વ પ્રમુખ જેન્તીભાઇની હત્યા બાદ આજે તેમની અંતીમવીધી નરોડા ખાતે થઇ હતી જો કે અબડાસા માટે અનેક કામ કરનાર જેન્તીભાઇને શ્રધ્ધાજલી રૂપે આજે નલિયાના વેપારીઓએ 11 વાગ્યા સુધી બંધ પાળી તેમને અંજલી અર્પી હતી. તો બીજી તરફ જે રેલ્વે કોચમા આ ઘટના બની હતી તેના રેલ્વે કર્મચારી અટેડન્ટની પોલિસ દ્વારા થઇ રહેલી પુછપરછના વિરોધમાં આજે સાથી સભ્યોએ એકઠા થઇ વિરોધ કર્યો હતો. રેલ રોકવાની ચીમકી સાથે કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે પોલિસ તપાસના નામે કોચ અટેન્ડન્ટ સહિતના કર્મીઓને ખોટી રીતે પરેશાન કરી રહી છે.
અમદાવાદથી CCTV કબ્જે લેવાયા 13 લોકોના નિવેદન પોલિસે નોંધ્યા
અત્યાર સુધીની તપાસની વાત કરીએ તો અત્યાર સુધી આ મામલે ગત મોડી રાત્રે 6 શખ્સો વિરૂધ્ધ વિધીવત રીતે ફરીયાદ નોંધાઇ હતી તો ગઇકાલેજ પોલિસની એક ટુકડીએ CCTV નુ મોનીટરીંગ કરવા સાથે તેમાંથી કડી મેળવવા પ્રયત્નો કર્યા હતા. જે CCTV આજે પોલિસે જપ્ત કરી તેની જીણવટભરી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ જેન્તીભાઇ સાથે કોચમા રહેલા વેપારીની પુછપરછ સાથે અન્ય શંકાસ્પદ 13 વ્યક્તિઓ કે જે કેસ સાથે કનેકટેડ છે. તેની પુછપરછ કરવા સાથે તેના નિવેદનો પોલીસ નોંધી રહી છે. જો કે હજુ સુધી કોઇ નક્કર તપાસની દિશા બદલી શકે તેવી કોઇ કડી મળી નથી તો બીજી તરફ જે 6 વ્યક્તિ સામે ફરીયાદ થઇ છે તેના ઇતિહાસ અને બેકગ્રાઉન્ડ વિષે પણ પોલિસ ગુપ્ત માહિતી એકઠી કરી તેમની આ કેસમાં ભુમીકા અંગે ચકાસણી કરી રહી છે
ગુજરાતના બહુચર્ચીત હત્યા કેસ બની ગયેલા કેસમા ભાજપ સરકારના મોટા નેતા હોવા છંતા પોલિસ બે દિવસની તપાસમા કોઇ ચોક્કસ કડી મેળવી શકી નથી જો કે પ્લાનીંગ સાથે થયેલી આ હત્યામાં પોલિસ મૂળ સુધી જવાની દિશામાં છે તેથી જીણામાં જીણી બાબતો પર અભ્યાસ પછી પોલિસ આ મામલે ટુંક સમયમા કોઇ ધડાકો કરે તેવી શક્યતા છે પરંતુ અત્યારે કાગળ પર અને ઉડતા ઉડતા પણ એવા સમાચાર નથી કે પોલિસને કોઇ મહત્વની કડી આ કેસમા હાથ લાગી હોય.