Home Crime પશ્ચિમ કચ્છ પોલિસબેડામાં ફરી 23 બદલીના હુકમો : ડીટેક્શન વધારવા ફરી...

પશ્ચિમ કચ્છ પોલિસબેડામાં ફરી 23 બદલીના હુકમો : ડીટેક્શન વધારવા ફરી જુના જોગીઓ મહત્વની જગ્યાએ

5462
SHARE
હજુ થોડા સમય પહેલાજ મહત્વના પોલિસ મથકો અને બ્રાન્ચમાં પશ્ચિમ કચ્છ પોલિસવડાએ બોર્ડર રેન્જઆઇ.જીની સુચનાથી બદલીના હુકમો કર્યા હતા જેમા લાંબા સમયથી એકજ જગ્યાએ અને તે પણ મહત્વની જગ્યાએ ગોઠવાઇ બેઠેલા હેડ કોન્સ્ટેબલ,કોન્સ્ટેબલની હેડક્વાર્ટર તથા અન્ય પોલિસ મથકોએ બદલીના હુકમો કર્યા હતા. પરંતુ કચ્છની ભૌગોલીક સ્થિતી અને ગુન્હેખોરીની દુનીયાને અનુભવથી પી ગયેલા કર્મચારીઓ વગર ડીટેક્શન દર ઘટ્યો હોય તેમ ફરી મહત્વની બ્રાન્ચ અને પોલિસ મથકોને મજબુત કરવા માટે પશ્ચિમ કચ્છ પોલિસવડાએ આજે 23 કોન્સ્ટેબલ,હેડ કોન્સ્ટેબલ અને ASI ની બદલીના હુકમો કર્યા છે. જેમાં એલ.સી.બીમા પાંચ સુપરકોપ પોલિસ કર્મચારીઓની ભરતી કરાઇ છે. તો મુન્દ્રા માંડવી,પધ્ધર તથા શહેર પોલિસ મથકોમાં પણ બદલી કરી ફેરફાર કરાયા છે. લાંબો સમય સુધી પોતાના નેટવર્કથી કામ કરવાની સુઝ અને ડીટેક્શનને લઇને મહત્વની જગ્યાએ કામગીરી બાદ હેડક્વાર્ટર ખાતે બદલાયેલા ચર્ચાસ્પદ પોલિસ કર્મચારીઓ ફરી મહત્વના સ્થળે પરત ફરતા પોલિસ બેડામાં આ બદલીઓને લઇને ચર્ચા છે. પશ્ચિમ કચ્છમાં લાંબા સમયથી ભલે કોઇ મોટા ગુન્હાઓની હાજરી ન હોય પરંતુ ડીટેક્શનની સંખ્યા નોંધપાત્ર નથી તેવામાં એવુ અનુમાન છે કે કર્મચારીઓની બદલી સાથે તેમા વધારો થશે જો કે એક સમયે આ કર્મચારીઓની બદલી બાદ લાંબા સમય સુધી તેની ચર્ચા હતી પરંતુ થોડા સમયના વનવાસ બાદ તેઓ ફરી મેદાનમાં આવ્યા છે.

પશ્ચિમ કચ્છમાં બદલી પામેલા કર્મચારીઓના નામ

(1) દિલાવરસિંહ ભાવસંગજી જાડેજા ભુજ બી ડીવીઝન પોલિસ થી માંડવી
(2) હરિશ્ચન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા હેડક્વાર્ટરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
(3) ધમેન્દ્રસિંહ જીતુભા ઝાલા હેડ ક્વાર્ટરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
(4) વાલાભાઇ દાનાભાઇ ગોથલ હેડ ક્વાર્ટરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
(5) મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા હેડ ક્વાર્ટરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
(6) નરેન્દ્રભાઇ જે. યાદવ હેડ ક્વાર્ટરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
(7) ચેતનસિંહ કાળુભા જાડેજા હેડ ક્વાર્ટરથી માંડવી પોલિસ સ્ટેશન
(8) પૃથ્વીરાજસિંહ બટુકસિંહ રાણા હેડ ક્વાર્ટરથી એ ડીવીઝન,ભુજ
(9) ગુણવત્તસિહ ધનુભા જાડેજા હેડ ક્વાર્ટરથી પધ્ધર
(10) કનકસિંહ નવલસિંહ જાડેજા હેડ ક્વાર્ટરથી માનકુવા પોલિસ
(11) પ્રહ્લલાદસિંહ નવલસિંહ સોઢા હેડ ક્વાર્ટરથી માનકુવા પોલિસ
(12) મહેશભાઇ ભગુભાઇ બરવાડ હેડ ક્વાર્ટરથી ભુજ બી-ડીવીઝન
(13) અશોક વાલજીભાઇ બારોટ હેડ ક્વાર્ટરથી ભુજ બી-ડીવીઝન
(14) સિધ્ધરાજસિંહ પ્રૃથ્વીસિંહ ઝાલા પોલિસ હેડ ક્વાર્ટરથી મુન્દ્રા મરીન
(15) હરેશ મેઘરાજ ગઢવી હેડ ક્વાર્ટરથી મુન્દ્રા શહેર
(16) અનીરૂધ્ધસિંહ શિવુભા જાડેજા હેડ ક્વાર્ટરથી ગઢશીસા
(17) દિનેશ રામાભાઇ પટેલ હેડ ક્વાર્ટરથી ભુજ એ-ડીવીઝન
(18) વનરાજસિંહ રવુભા ઝાલા એલ.સી.બીથી માનકુવા પોસ્ટે
(19) દિપક કાળુભાઇ મકવાણા એલ.સી.બી થી પધ્ધર
(20) કાનાભાઇ હમીરભાઇ રબારી હેડ ક્વાર્ટરથી માનકુવા
(21) મહિપતસિંહ વજુભા વાઘેલા ખાવડાથી DYSP ઓફીસ
(22) દામજી પ્રેમજી વાઘેલા નલિયાથી JIC ભુજ
(23) જેન્તીભાઇ ગોપાલભાઇ ધાવરી હેડ ક્વાર્ટરથી મુન્દ્રા શહેર